કુંવરપુરા વૃંદાવન હોટલ ખાતે આવી ચઢેલ અજાણી મહિલા અને તેમના ઘરે પહોંચાડવામાં 181 અભય ટીમની મદદ આવી

કુંવરપુરા વૃંદાવન હોટલ ખાતે આવી ચઢેલ અજાણી મહિલા અને તેમના ઘરે પહોંચાડવામાં 181 અભય ટીમની મદદ આવી.
રાજપીપળા, તા. 23
કુંવરપુરા વૃંદાવન હોટલ ખાતે અજાણી મહિલા આવી ચડતા મહિલા કોણ છે? ક્યાંથી આવી છે? તેની ચર્ચા શરૂ થતા ભૂલી પડી ગયેલી મહિલાને પોતાના મૂળ ગામે પહોંચાડવા 181 અભયમ ની ટીમ તે આવી હતી. ગામના સરપંચ ને ખબર પડતાં 181 પર ફોન કરીને જણાવેલ કેમ કુંવરપુરા વૃંદાવન હોટલ ખાતે અજાણી મહિલા મળેલ છે. તે જાણી ટીમ મદદે પહોંચી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરા જિલ્લા કવાટ તાલુકાના ગામની રહીશ કપિલાબેન સંજયભાઈ રાઠવા ત્રણ દિવસથી ચાલીને ભૂલી પડીને કુંવરપુરા આવી ગઈ હતી અને પૂછપરછ કરતાં જણાવ્યું કે તે કોઈ કામના અર્થે રાજપીપળા આવ્યા હતા. તેને તેની છોકરી ગોપીની અને તેના પિતા વાગરભાઈ તેમજ કમળાબેન ની ઓળખાણ આપતા ગામના સરપંચ નિરંજનભાઈ વસાવાએ 181 નો સંપર્ક કરી વિગતવાર જણાવતા 181 અભયમ કાઉન્સેલર જીગીશાબેન ગામીત, કોન્સ્ટેબલ મેઘનાબેન તેમજ પાયલોટ ભદ્રેશભાઈ સ્થળ પર પહોંચી તેમના નામ, સરનામાની છોટાઉદેપુર લોકેશન જાણતા ગાડી બોલાવી આ અજાણી મહિલાની અને તેના મૂળ સ્થળે પહોંચાડી અભયમ મદદ કરી હતી.
રિપોર્ટ: જ્યોતિ જગતાપ, રાજપીપળા

Avatar

Deepak Jagtap

દિપક જગતાપ deepakjagtap3@gmail.com નર્મદા 9998796527

Read Previous

નર્મદા ડેમની જળરાશીમાં આજે ૧૫,૧૧૫ ક્યુસેક પાણીની આવક

Read Next

દુષ્કર્મ કરતા કોળી સમાજના લોકો ને જાણ થતાં બનાવ પ્રકાશમાં

Translate »
%d bloggers like this: