મહેસાણા જિલ્લાની ઉંઝા એ.પી.એમ.સી ખાતે ” નેશનલ ચાઇલ્ડ ડે :જિલ્લા કક્ષાના કાર્યક્રમની ઉજવણી કરાઇ

મહેસાણા જિલ્લાની ઉંઝા એ.પી.એમ.સી ખાતે ” નેશનલ ચાઇલ્ડ ડે :જિલ્લા કક્ષાના કાર્યક્રમની ઉજવણી કરાઇ

 

-બચાઓ બેટી-પઢાઓ અંતર્ગત સહિ ઝુંબેશ-અધિકારીશ્રીઓ-પદાધિકારીશ્રીઓ જોડાયા

જિલ્લામાં ગૌરવપુર્ણ કાર્ય કરનાર દિકરીઓનું સન્માન કરાયું- એચ.બી ક્વીન કિશોરીઓનું સન્માન

—————————————–

 

વ્હાલી દિકરી યોજનાના હુકમો મંજુર કરાયા-વિવિધ ક્ષેત્રે સિધ્ધી હાંસલ કરનાર દિકરીઓને સન્માનીત કરાઇ

—————————————–

દિકરીઓનું ગૌરવ અને સમાનતા માટે સરકારની કટિબધ્ધતા- રાજ્યસભા સંસદ જુગલજી ઠાકોર

 

મહેસાણા

   ભારત સરકાર દ્વારા દર ૨૪ જાન્યુઆરીએ નેશનલ ગર્લ ચાઇલ્ડ ડે ઉજવણી કરવામાં આવે છે.સરકારશ્રી દ્વારા બેટી બચાવો-બેટી પઢાઓ અભિયાન અંતર્ગત મહેસાણા જિલ્લાના ઉંઝા ખાતે રાજ્ય સરકાર તેમજ જિલ્લા વહીવટીતંત્ર મહેસાણાના સંયુક્ત ઉપક્રમે નેશનલ ચાઇલ્ડ ગર્લ ડેની ઉજવણી કરવામાં આવી હતી.

 નેશનલ ચાઇલ્ડ ડે અંતર્ગત સાંસદશ્રી જુગલજી ઠાકોરે જણાવ્યું હતું કે સરકાર દ્વારા મહિલા સશક્તિકરણ અને બાળકીઓ માટે અનેક યોજનાઓ દાખલ કરાઇ છે. સરકારશ્રીના સામાજિક અભિયાનમાં સૌ સાથે મળીને બેટી બચાવો-બેટી વધાવો અભિયાનને આગળ વધારવા અપીલ કરી હતી

   ધારાસભ્ય ડો.આશાબેન પટેલે જણાવ્યું હતું કે મહિલા સશક્તિકરણ માટે સમાજમાં જાગૃતિ જરૂરી છે.દરેક સમાજે મહિલાઓનું સન્માન થાય તે પ્રકારના પ્રાત્સાહક પગલાં લેવા જરૂરી છે.તેમણે ઉપસ્થિત મહિલાઓને સાથે મળીને સખીભાવ કેળવવા અપીલ કરી હતી

  જિલ્લા વિકાસ અધિકારી એમ.વાય.દક્ષિણીએ જણાવ્યું હતું કે સામુહિક,સાર્વત્રિક,સાતત્યપુર્ણ અને સર્વાંગિ વિકાસ માટે મહિલાઓનું સન્માન અને સશક્તિકરણ જરૂરી છે. રાજ્ય સરકારના જિલ્લામાં બેટી બચાવો બેટી પઢાઓ અભિયાન અંતર્ગત સામાજિક પરિવર્તન આવી રહ્યું છે.ભારત રાષ્ટ્રમાં સ્ત્રી સશક્તિકરણ અને સન્માનનો ઐતિહાસિક ભવ્ય વારસાને અનુ્સરીને સરકારશ્રીના અભિયાનને આગળ ધપાવવા અપીલ કરી હતી,

” નેશનલ ચાઇલ્ડ ડે….

 

 કાર્યક્રમમાં અમુઢ પ્રાથમિક શાળાની નિરઝા ચૌધરીએ બેટી બચાઓ અંતર્ગત સ્પીચ રજુ કરી લોકોને મંત્રમુગ્ધ કર્યા હતા.કાર્યક્રમમાં મહેસાણા જિલ્લામાં વિવિધ બેટી બચાઓ-બેટી પઢાઓ અભિયાન અંતર્ગત નિબંધ સ્પર્ધા,ચિત્ર સ્પર્ધા,વકૃત્વ સ્પર્ધા,રંગોલી સ્પર્ધા,સુત્ર લેખન,પોસ્ટર પત્ર લેખન,કાવ્ય લેખન,વોલ પેઇન્ટીંગ સાઇકલ રેલી સહિત વિવિધ સ્પર્ધાઓ ગૌરવપુર્ણ કામગીરી કરનાર દિકરીઓનું સન્માન કરાયું હતું.આ ઉપરાંત વિવિધ ક્ષેત્રે સિધ્ધી હાંસલ કરનાર દિકરીઓને સન્માનીત કરવામાં આવી હતી

 મહેસાણા જિલ્લામાં શાળાએ ન જતી એચ.બી ક્વીન સ્પર્ધા અંતર્ગત વધુ હિમોગ્લોબીન ધરાવતી ત્રણ વિજેતા કિશોરીઓને પ્રોત્સાહિત કરાઇ હતી. વ્હાલી દિકરી યોજના અંતર્ગત ૦૨ ઓગષ્ટ ૨૦૧૯ બાદ જન્મેલ દિકરીઓને પ્રથમ ધોરણમાં પ્રવેશ સમયે રૂ.૦૪ હજાર,નવમા ધોરણમાં પ્રવેશ સમયે ૦૬ હજાર અને ૧૮ વર્ષ પુર્ણ થયે રૂ.૦૧ લાખની સહાય સરકાર દ્વારા મળવાપાત્ર છે જે અંગેના મંજુરી હુકમોનું વિતરણ કરાયું હતું

  કાર્યક્રમમાં બેટી બચાઓ બેટી પઢાઓ અંતર્ગત સહિ ઝુંબેશ અભિયાનામાં અધિકારીશ્રીઓ અને પદાધિકારીશ્રીઓ જોડાયા હતા.કાર્યકમમાં જિલ્લા કલેકટર એચ.કે.પટેલ,જિલ્લા વિકાસ અધિકારી એમ.વાય.દક્ષિણી,ધારાસભ્ય સર્વેશ્રી ઋષિકેશભાઇ પટેલ,કરશનભાઇ સોલંકી,જિલ્લા આરોગ્ય અધિકારી ડો.ટી.કે.સોની,પ્રોગ્રામ ઓફિસર ગૌરીબેન સોલંકી,મહિલા અને બાળ અધિકારી મુકેશભાઇ પટેલ, સહિત જિલ્લાના અધિકારીશ્રીઓ અને પદાધિકારીશ્રીઓ સહિત સન્માનીત મહિલાઓ,દિકરીઓ ઉપસ્થિત રહી હતી.

 

 

જાન્યુઆરીએ રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરાશે

મહેસાણા

 ચૂંટણીપંચ નવી દિલ્લીની સ્થાપના દિવસે રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણીનું આયોજન કરેલ છે. મહેસાણા જિલ્લા તેમજ તાલુકા મથકોએ રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી થનાર છે.૨૫ જાન્યુઆરીના રોજ રાજ્યકક્ષાએથી લઇને મતદાન મથકસુધી આ દિવસની ઉજવણી કરવામાં આવે છે.રાષ્ટ્રીય મતદાતા દિવસ સંદર્ભે ચૂંટણીપંચ દ્વારા Electroal Litarcy for Stronger Democracy થીમ નકકી કરવામાં આવેલ છે.મહેસાણા જિલ્લા કક્ષાની શ્રી એ.એચ.પટેલ સ્પોર્ટસ કોમ્પલેક્ષ એન્ડ મલ્ટીપર્પઝ હોલ,સર્વ વિધાલય કેમ્પસ કડી ખાતે સવારે ૧૦-૦૦ કલાકે ઉજવણી થનાર છે.

તારીખ ૨૪ જાન્યુઆરી ૨૦૨૦ સમાચાર સંખ્યા ૭૭

મહેસાણા જિલ્લા કક્ષાનો ૭૧મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી ઉંઝા ખાતે કરાશે

ઉંઝા ખાતે જિલ્લા કલેકટરશ્રીના અધ્યક્ષ સ્થાને રાષ્ટ્રીય પર્વની ઉજવણીનું રીહર્સલ કરાયું

જિલ્લાના તમામ તાલુકા મથકોએ ગ્રામ્ય કક્ષાએ રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરાશે

મહેસાણા

 મહેસાણા જિલ્લા કક્ષાના ૭૧ મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી ઉંઝા ખાતે કરવામાં આવશે. ઉંઝા જીમખાના મેદાન ખાતે રાષ્ટ્રીય પર્વની ઉજવણી થનાર છે. ૨૬ જાન્યુઆરી ૨૦૨૦ ના રોજ સવારે ૦૯-૦૦ કલાકે ઉંઝા ખાતે જિલ્લા કક્ષાનો ધ્વજ વંદનનો કાર્યક્રમ ઉર્જા મંત્રીશ્રી સૌરભભાઇ પટેલના વરદ હસ્તે યોજાનાર છે.જે અંતર્ગત રાષ્ટ્રીય પર્વની ઉજવણીનું રીહર્સલ જિલ્લા કલેકટરશ્રીના અધ્યક્ષ સ્થાને કરાયું હતું. કાર્યક્રમ અંતર્ગત ધ્વજવંદજન,સલામી,પરેડ નિરીક્ષણ,માર્ચ પાસ્ટ,ટેબ્લો નિર્દશન,સાંસ્કૃતિક કાર્યક્રમો,ડોગ-શો,હોર્સ-શો સહિતના વિવિધ કાર્યક્રમોનું રિહર્સલ અને વિગતે સમીક્ષા કરાઇ હતી.. આ ઉપરાંત કાર્યક્રમ દરમિયાન ચેક,ઇનામ વિતરણ,પ્રમાણપત્ર વિતરણ સહિતની વિવિધ બાબતોની જરૂરી સુચનાઓ જિલ્લા કલેકટરશ્રી દ્વારા અપાઇ હતી

આ ઉપરાંત ૨૬ જાન્યુઆરી ૨૦૨૦ ના કાર્યક્રમની ઉજવણી ગ્રામ્ય કક્ષાએ પણ થનાર છે.જે અંતર્ગત મહેસાણા તાલુકામાં હેડુવા(રાજગર) ખાતે,કડી તાલુકામાં કલ્યાણપુરા ખાતે,બેચરાજી તાલુકાની કનોડા-કકાસણા ખાતે,જોટાણા તાલુકાના મહેમદપુરા ખાતે,સતલાસણા તાલુકાના સુદાસણા ખાતે,વિજાપુર તાલુકાના ગવાડા ખાતે,વડનગર તાલુકાના કરબટીયા ખાતે,વિસનગર તાલુકાના કંસારાકુઇ ખાતે અને ખેરાલુ તાલુકાના ગોરીસાણા ખાતે ઉજવણી થનાર છે. 

 મહેસાણા જિલ્લાકક્ષાના ઉંઝા ખાતે યોજાનાર રાષ્ટ્રીય પર્વના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા જિલ્લા કલેકટરશ્રીએ આમંત્રણ પાઠવેલ છે.

 

Translate »
%d bloggers like this: