શપથ ગ્રહણ પહેલા જ શિવસેનાએ BJP અને ફડણવીસ પર કર્યા પ્રહાર, આપ્યો ખુલ્લો ‘પડકાર

મહારાષ્ટ્રમાં આજે સાંજે 6 વાગ્યે અને 40 મિનિટ પર ઉદ્ધવ ઠાકરે શપથ ગ્રહણ છે, પરંતુ તેના પહેલા ‘સામના’ દ્વારા શિવસેનાએ કાર્યવાહક મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને મોદી સરકાર પર પ્રહાર કર્યા છે. સામનામાં લખ્યું છે કે,

‘દેવેન્દ્ર ફડણવીસે નવી સરકારને શ્રાપ આપ્યો છે જે તેમને ભ્રમ છે. આ સરકાર સંપૂર્ણ 5 વર્ષ ચાલશે. આ સરકાર રાષ્ટ્રીય મુદ્દાઓ પર નહીં, પરંતુ મહારાષ્ટ્ર અને વિકાસનાં મુદ્દાઓ પર બની છે તથા રાજ્યનાં વિકાસ માટે ત્રણેય પાર્ટીમાં કોઈ મતભેદ નથી.’

મહારાષ્ટ્રમાં નવો સૂર્યોદય

સામનાએ પોતાના સંપાદકીય લેખમાં લખ્યું છે કે, ‘મહારાષ્ટ્રમાં નવો સૂર્યોદય થયો છે. મુંબઈ સહિત સંયુક્ત મહારાષ્ટ્રની જાહેરાત થતા જ મહારાષ્ટ્રનાં મનમાં આનંદનાં તરંગો ઉઠ્યા છે. આજે ઉદ્ધવ ઠાકરે મહારાષ્ટ્રનાં મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. શિવસેનાનાં નેતૃત્વમાં મહાવિકાસ આઘાડીની સરકાર બનશે.’ તેમાં આગળ લખ્યું છે કે, ’15 ઑગષ્ટ, 1947માં સ્વતંત્રતા દિવસનાં અવસર પર જેવો શાનદાર સમારંભ મહારાષ્ટ્ર સહિત આખા હિંદુસ્તાનમાં મનાવવામાં આવ્યો હતો, એ જ આનંદ અને જોશ આજે મહારાષ્ટ્ર જ નહીં, પરંતુ આખા દેશમાં જોવા મળી રહ્યો છે. મહારાષ્ટ્રનાં ગઠનની જાહેરાત શિવનેરી પર થઈ અને દરેક મરાઠી માણુસ ઉત્સાહ, આનંદ તથા આશા-અપેક્ષાઓથી ભરાઈ ઉઠ્યો હતો.’

*ઉદ્ધવ જે જવાબદારી લે છે તે સંપૂર્ણ શિદ્દતથી નીભાવે છે*

સામનામાં લખવામાં આવ્યું છે કે, ‘આજે કોઈ અલગ તસવીર નથી. શિવસેનાનાં મુખ્યમંત્રી અને તેમા પણ ઉદ્ધવ ઠાકરે આ પદ પર બિરાજમાન છે, આ મહારાષ્ટ્રનું ભાગ્ય છે. આ સમારંભ મરાઠી માણુસને ધન્યતા અનુભવરાવે છે. જે ઉદ્ધવ ઠાકરેને ઓળખે છે, તેમના મનમાં વિશ્વાસ છે કે જ્યારે તેઓ કોઈ જવાબદારી સ્વીકાર કરે છે તો તેને સંપૂર્ણ શિદ્દતથી નીભાવે છે.’

ઉદ્ધવ ઠાકરેએ સ્વાભિમાન ગીરવે ના મુક્યું

શિવસેનાનાં મુખપત્ર ‘સામના’માં લખવામાં આવ્યું છે કે, ‘ઉદ્ધવ ઠાકરેની વિશેષતા છે કે બહાર તોફાન થવા છતા તેઓ અંદરથી શાંત રહે છે અને શાંત હોવા પર તોફાન ઉભું કરી દે છે. દેશનાં મોટા મોટા નેતા દિલ્લીશ્વરોની સામે ઘૂંટણ ટેકવી રહ્યા છે, આવામાં ઉદ્ધવ ઠાકરે કોઈપણ દબાવ સામે ના ઝુક્યા. સ્વાભિમાન ગીરવે ના રાખ્યું અને જે લોકોએ બાલાસાહેબની સાક્ષીમાં ‘જૂઠ’ બોલવાનો પ્રયત્ન કર્યો તે ઢોંગથી હાથ ના મિલાવ્યો.’

Translate »
%d bloggers like this: