મધ્યપ્રદેશ – પોલિસ અત્યાચારથી દલિત ખેડૂત પરીવારે ઝરે પીધું

આ દેશમાં ગરીબ હોવું અને એથીય વિશેષ દલિત હોવું એટલે શાપ સમાન જ છે એવું

લાગે છે. મધ્ય પ્રદેશની એક એવી જ એક ઘટના સામે આવી છે જેમાં પોલીસ અને પ્રશાસનનું અમાનીય વર્તન સામે આવ્યુ છે એટલું જ નહી પણ આટલી મોટી ઘટના બની તોય દેશની મીડીયા આ બાબતે મૌન છે. દેશની મીડીયાને ફાલતું વાતો કરવામાં જ રસ છે હાલ અમિતાભ બચ્ચન કોરોના પોઝીટીવ છે હોસ્પિટલમાં દાખલ છે એના ફાલતુંના સમાચાર પ્રકાશીત કર્યા કરે છે. જેનાથી જનતાને ૧‰ ફાયદો નથી, મીડીયા ખરેખર એનો ધર્મ અને કામ ભુલી રહ્યું છે..

મધ્યપ્રદેશના ગુના જિલ્લામાં કેન્ટ પોલીસ સ્ટેશનનો છે. દલિત ખેડૂત પરિવાર જે ખેતરમાં રહીને પોતાનું જીવન વિતાવે છે. જેમાં એમણે પાક કર્યો છે એમને હવે આશા હતી કે પાક થશે અને એમનું જીવન ચાલશે, આનંદ આવશે, ઘરમાં ખુશીઓ આવશે, પણ એક જ ઝાટકે આ બધી આશાઓ પર પાણી ફરી વળ્યું છે એનું કારણ મધ્યપ્રદેશની પોલીસ અને પ્રશાસન છે. આ ખેતરની જમીન પર આગમી સમયમાં મોડલ કોલેજ બનવાની છે અને આ જમીનના માલિકે આ કોલેજનું કામ ચાલું કરવાનું હોવાથી આ કોલેજ બનાવવા વાળી એજન્સીએ પોલીસ પ્રશાસન પાસે જમીન ખાલી કરવા માટે કહ્યું હતું.

એ પછી પોલીસ આ જગ્યાએ પહોંચી હતી જયાં ખેતરમાં ઉભો પાક હતો અને પહોંચીને તરત જ ઉભા પાક પર બુલડોઝર ફેરવવાનું શરૂ કર્યું હતું. ત્યારે પતિ પત્નીએ હાથ જોડી વિનંતી કરી હતી કે અત્યારે થોડો સમય આપો અમારો પાક કપાઈ જાય પછી જમીનનો ઉપયોગ કરજો. રડતાં રડતાં, હાથ જોડી, પગે લાગીને ઘણી આજીજી કરી છતાં પણ એમની વાત માની નહી અને જેસીબી ફેરવી દીધું હતુ, આ પરીવાર રાજુ અને સાવિત્રી બહેનને છે જેમને ૬ નાના નાના બાળકો પણ છે. પ્રશાસન ટીમે આમની આજીજી ન માની ત્યારે બન્ને પતિ પત્નીએ

ખેતરમાં રહેલ પોતાની ઝુંપડીમાં જઈ જંતુનાશક દવા ખટખટાવી હતી, અને દવા પીવાથી એજ સ્થળ પર બેભાન હાલત થઈ ગઈ હતી, આ હાલત જોઈને બાળકો માતાને છાતીએ ચોંટી ને જોર જોરથી રડી રહ્યાં હતાં, આ રુદન અને દ્રશ્ય જોઈને બધાની હાલત કાપે તો લોહી ન નિકળે એવી થઈ ગઈ હતી, કારણ કે ૬ બાળકો માતની અને પિતાની આવી ઘણી હાલતમાં તેમની છાતી પર બેસી રડતાં રડતાં જગાડવાનો પ્રયાસ કરતાં હતાં. અને સામેથી મા-બાપનો કોઈ જવાબ ન મળવાથી માસુમ બાળકોનું રુદન રડાવી જતું હતું. એટલું જ નહી પણ રાજુએ આ હાલતમાં પોતાના બાળકોને પણ ઝેર પીવડવાની કોશિષ કરી હતી અને પણ આ જોઈને ત્યાં હાજર પોલીસે ઝેર પીવડાવે એ પહેલાં જ રોકી લીધા હતાં. આ બધી ગભીર ઘટના જોઈને હાજર પોલીસ અધિકારીઓના પણ હોશ ઉડી ગ્યા હતાં, ત્યાં હાજર રાજુનો નાનો ભાઈ આવી હાલતમાં ભાભીને બેહોશ હાલતમાં જોઈને અને બાળકોની આવી હાલત જોઈને એ પણ હોંશ ખોઈ બેઠા હતો અને રાજુના ભાઈએ ભાભીને ખભા પર ઉચકીને દવાખાને લઈ જતો હતો એ સમયે વચ્ચે આવનાર પોલીસને ધક્કો માર્યો હતો નેઆ બાબતથી પોલીસ ગુસ્સે ભરાઈ હતી અને રાજુના ભાઈ પર લાકડીઓ લઈને તુટી પડી હતી અને આ વચ્ચે બીજી એક મહિલા બચાવવા વચ્ચે પડી હતી તો એની ઉપર પણ પોલીસ વાળાએ દયા ના ખાધી અને લાકડીઓ ફટકારી હતી, વધારે લાકડીઓ ખાવાથી રાજુનો ભાઈ પણ બેહોશ થઈને ઢળી પડ્યો હતો..

આ બધી ઘટના જોઈને હાજર પોલીસ અધિકારીએ તાત્કાલિક એમ્બ્યુલન્સ બોલાવી રાજુ અને સાવિત્રી બહેનને બેહોશીની હાલતમાં જ પોલીસ એમને ઉચકીને એમ્બ્યુલન્સ સુધી લઈ ગયા અને ત્યાથી હોસ્પિટલમાં દાખલ કર્યા હતાં, જયાં હાલત ગંભીર હતી

દલિત પરીવારના આ રાજુએ પોલીસ અધિકારીઓને વિનંતી કરી હતી કે હૂં બહૂ ગરીબ છૂં મારે માથે દેવૂ છે. ૬ નાના નાના

બાળકો છે. હૂં આ દેવૂ ઉતારવા જ જામીન ભાડે લઈને ખેતી કરી રહ્યો છું. મને આ ઉભો પાક લણી લેવા દો, આટલી વિનંતી કરી ષતી પણ એક વાત ન સાંભળી અને જેસીબી ફેરવી દીધું જેથી રાજુએ અને એની પત્નીએ આત્મહત્યા કરાવાનો પ્રયાસ કર્યો હતો.

Translate »
%d bloggers like this: