સાંસદ શ્રીમતી ભારતીબેન શિયાળની અધ્યક્ષતામાં દિશા સમિતિની બેઠક મળી

સાંસદ શ્રીમતી ભારતીબેન શિયાળની અધ્યક્ષતામાં દિશા સમિતિની બેઠક મળી

સાંસદશ્રીએ જિલ્લામાં વિવિધ યોજનાઓની અમલવારી તેમજ તેના લક્ષ્યાંકો અંગે સમીક્ષા કરી

ભાવનગર, તા.૦૫ : કલેકટર કચેરી ભાવનગર ખાતેના આયોજન હોલમાં સાંસદ શ્રીમતી ભારતીબેન શિયાળની અધ્યક્ષતામા જિલ્લાની તમામ કચેરીઓના વડાઓ સાથેની જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, ભાવનગરની ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ કો–ઓર્ડીનેશન એન્ડ મોનીટરીંગ કમિટી (દિશા) ની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સાંસદશ્રીએ કેન્દ્ર સરકાર દ્વારા અમલમા મુકવામા આવેલ વિવિધ યોજનાઓની સમિક્ષા કરી હતી તેમજ ભાવનગર જિલ્લાના તમામ વિભાગોની કામગીરી,સરકારી યોજનાઓ તેમજ તેની અમલવારી તેમજ વિભાગોના લક્ષ્યાંકોની માહિતી મેળવી જરૂરી માર્ગદર્શન પુરૂ પાડ્યું હતું.

જેમાં સ્વચ્છ ભારત મિશન, પ્રધાનમંત્રી આવાસ યોજના, પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના, શૈક્ષણિક યોજનાઓ, પશુપાલન, પુરક પોષણ, કિશોરી શક્તિ યોજના, પોષણ અભિયાન તેમજ સ્માર્ટફોનથી કરવામાં આવતી ઓનલાઇન નોંધણી, પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના, મધ્યાહન ભોજન યોજના, કુટીર ઉદ્યોગ, આંગણવાડીઓની સમીક્ષા, માતૃ વંદના યોજના, આરોગ્યક્ષેત્રે થયેલ કામો, સમાજ કલ્યાણ વિભાગની યોજનાઓ, સુજલામ સુફલામ તેમજ સિંચાઈના કામો, કૃષિ ક્ષેત્રે થયેલ કામો, વીજળી, વાસ્મો, ભારત સંચાર નિગમ લિ., જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, રેલ્વે, પાણી પુરવઠા, નેશનલ હાઇવે ઓર્થોરીટી, જિલ્લા ઉદ્યોગ દ્વારા ચાલતી વિવિધ માનવ કલ્યાણ યોજનાઓ વગેરે યોજનાઓમાં પૂર્ણ થયેલ કામો, પ્રગતિ હેઠળના કામો તેમજ આયોજન કરેલ કામોની સમીક્ષા કરી જરૂરી સુચન તેમજ માર્ગદર્શન પુરૂ પાડ્યું હતું તથા બેઠકમા લેવાયેલ નિર્યયોની ચુસ્ત અમલવારી તેમજ અધીકારીશ્રીઓ દ્વારા પડતર પ્રશ્નોનુ ફોલો-અપ લેવા સુચન કર્યુ હતુ.

આ બેઠકમાં મહુવા ધારાસભ્ય શ્રી આર.સી.મકવાણા, તળાજા ધારાસભ્ય શ્રી કનુભાઇ બારૈયા, સામાજિક ન્યાય સમિતિના અધ્યક્ષ શ્રી બી.જે.સોસા, જિલ્લા કલેક્ટર શ્રી ગૌરાંગ મકવાણા, જિલ્લા વિકાસ અધિકારી શ્રી વરૂણકુમાર બરનવાલ, જિલ્લા પુરવઠા અધિકારીશ્રી, જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી, જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી, પશુપાલન અધિકારીશ્રી, જિલ્લા આયોજન અધિકારીશ્રી સહિતના તમામ દિશા કમિટીના સભ્યશ્રીઓ તેમજ અધિકારી, પદાધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. 

gf

તસ્વીર :- પી.ડી ડાભી તળાજા ભાવનગર

Translate »
%d bloggers like this: