લૂંટ ના આરોપી ને ગણતરી ની કલાકો માં પકડી પાડતી રાજુલા પોલીસ

*પ્રેસ નોટ* તા.૦૪/૧૦/૨૦૧૯

*બહારના રાજ્યમાંથી રોટલો રળવા આવેલા વ્યક્તિને રાત્રીના સમયે માર મારી લુંટ કરી નાસી ગયેલ આરોપીઓને ગણતરીની કલાકોમા પકડી પાડતી રાજુલા પોલીસ ટીમ.*
💫 *ફરિયાદ ની વિગતઃ-*
L & T કંપની કોવાયા ખાતે બહારના રાજયમાથી મજુરી કામ અર્થે આવેલ મોહીતસિંગ માનસિંગ સેંગર (રાજપુત-ઠાકુર) પોતાના વતન ઉતરપ્રદેશથી કોવાયા આવતા હતા તે વખતે રાજુલા એસટી ડેપોમાં પહોચેલ તે વખતે આરોપીઓ મોટર સાઇકલ ઉપર આવી ફરી. સાથે જપાજપી કરી તથા લાકડી વતી મારમારી ફરી.ના ખીસ્સા માંથી રોકડ રૂપિયા ૪૧૦૦/-ની લુંટ ચલાવી નાસી ગયેલ જે અંગે રાજુલા પોલીસ સ્‍ટેશન ગુ.ર.નં. ફર્સ્‍ટ ૭૩/૨૦૧૯, ઇ.પી.કો. કલમ ૩૯૪,૩૨૩,૧૧૪ તથા GPACT ૧૩૫ મુજબનો ગુન્‍હો રજી. થયેલ.

💫અમરેલી પોલીસ અધિક્ષક *શ્રી.નિર્લિપ્‍ત રાય સાહેબ* નાઓ ની સુચના અને માર્ગદર્શન હેઠળ ચોરી તથા લુટ ના ગુન્હા ઓ નાબુદ કરવા તેમજ વણ શોધાયેલ ગુન્હાઓ ડીટેકટ કરવા તેમજ આરોપીઓને પકડી પાડવા ખાસ સુચના કરેલ હોય તેમજ ના.પો.અધિ *શ્રી કે.જે.ચૌધરી સાહેબ* સાવરકુડંલા વિભાગનાઓ ના માર્ગદર્શન હેઠળ રાજુલા પોસ્ટે ના *ઈન્ચા.પી.આઇ. શ્રી એ.પી.ડોડીયા* તેમજ રાજુલા પોલીસ ટીમ દ્વારા ગુન્‍હાની ગંભીરતાને ધ્યાને લઇ આ ગુન્‍હાની તમામ વિગતોનો ઝીણવટભરી રીતે અભ્યાસ કરી, ગણતરીની કલાકોમા લુંટ ચલાવનાર ઇસમોને પકડી પાડી અને લુંટમા ગયેલ રકમને રીકવર કરવામા આવેલ.
💫 પકડાયેલ આરોપી નુ નામ સરનામુ:-
(૧) રમેશભાઇ હરિભાઇ વાળા ઉવ.૨૧ ધંધો-ખેતી રહે.નાગેશ્રી તા.જાફરાબાદ
(૨) પ્રકાશભાઇ નનકુભાઇ વરૂ ઉવ.૨૬ ધંધો-ખેતી રહે.મીઠાપુર તા.જાફરાબાદ
(૩) મહેશભાઇ ભુપતભાઇ વરૂ ઉવ.૨૫ ધંધો-ખેતી રહે.મીઠાપુર તા.જાફરાબાદ

💫 આરોપીઓ પાસેથી રીકવર કરેલ મુદામાલ:-
રોકડા રૂપીયા ૪૧,૦૦/- નો મુદ્દામાલ

✨ આમ રાજુલા પોલીસ સ્ટેશનના ઇન્ચા પોલીસ ઇન્સ.શ્રી એ.પી.ડોડિયા તથા હે.કોન્સ બહાદુરભાઇ દાનાભાઇ તથા હે.કોન્સ મગનભાઇ કાળુભાઇ તથા હે.કોન્સ દિનેશભાઇ વિનુભાઇ તથા પો.કોન્સ. હરપાલસિંહ વિક્રમસિંહ તથા પો.કોન્સ હરપાલસિંહ ગજરાજસિંહ તથા પો.કોન્સ. સુરેશભાઇ ઠાકરશીભાઇ તથા પો.કોન્સ. જનકભાઇ જીલુભાઇ રાજુલા પોલીસની ટીમને લુંટના આરોપીઓને પકડી પાડવામાં સફળતા મળેલ છે

 

Yogesh Kanabar

Yogesh Kanabar

Yogesh kanabar livecrimenewsYogeshkanabar@gmail.com Rajula / amreli +91 93272 52552

Read Previous

સોમનાથ નો આરોપી ને પકડ્યો રાજુલા પોલીસે

Read Next

ગુજરાત રાજ્ય યુવક બોર્ડ દ્વારા તળાજા તાલુકા ના બેલડા ગામે વૃક્ષા રોપણ કાર્યક્રમ યોજાયો

Translate »
%d bloggers like this: