મહિસાગર જિલ્લાના લુણાવાડા નજીકના ગામમાં 13 વર્ષીય કિશોરીએ બાળકને જન્મ આપતાં ચકચાર મચી જવા પામી છે

લુણાવાડા નજીકના ગામમાં 13 વર્ષીય કિશોરીને પેટમાં દુઃખાવો ઉપડતા હોસ્પિટલ લઇ ગયા, જે બન્યું તે જોઈ માતા-પિતા ચોંકી ગયા

મહીસાગરમાં 13 વર્ષીય કિશોરીએ બાળકને જન્મ આપ્યો છે. દુષ્કર્મનો ભોગ બનેલી કિશોરીએ બાળકને જન્મ આપ્યો. કિશોરીની પ્રસૂતિ થયા બાદ દુષ્કર્મની ફરીયાદ નોંધાઇ . પ્રસવ પીડા થતા સમગ્ર મામલો સામે આવ્યો છે. પ્રસવ પીડા થતા લુણાવાડા સિવિલમાં કિશોરીને ખસેડાઇ હતી. મહીસાગર પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા તજવીજ હાથ ધરી છે.

મહીસાગરમાં 13 વર્ષીય કિશોરીએ આપ્યો બાળકને જન્મ

દુષ્કર્મનો ભોગ બનેલ કિશોરીએ આપ્યો બાળકને જન્મ

કિશોરીની પ્રસૂતિ થયા બાદ ફરિયાદ નોંધાઇ દુષ્કર્મની.

મહિસાગરના લુણાવાડા નજીકના ગામમાં 13 વર્ષીય કિશોરીએ બાળકને જન્મ આપતાં ચકચાર મચી જવા પામી છે. આ 13 વર્ષીય કિશોરીને ફોસલાવીને કોઇ નરાધમે દુષ્કર્મ આચર્યું હતું. ત્યાર બાદ આ સગીરા ગર્ભવતી બની હતી. પરંતુ આ કિશોરીને પેટમાં દુઃખાવો ઉપડતા સમગ્ર ઘટના સામે આવી હતી.

પ્રસવપીડા ઉપડતા પરિવારજનો તેને લુણાવાડાની જનરલ હોસ્પિટલ લઇ ગયા હતા. જ્યાં તે ગર્ભવતી હોવાનું જણાતાં તેને ગોધરા રિફર કરાઇ હતી. ત્યારબાદ તેને વડોદરા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાઇ હતી.

વડોદરા સિવિલ હોસ્પિટલમાં તેણે ત્રણ કિલો વજનના પુત્રને જન્મ આપ્યો હતો. પરંતું પરિવારજનોનું કહેવું છે કે આ અંગે અમને ખ્યાલ ન હતો. દવાખાનામાં કિશોરીને લઇ ગ્યા પછી જાણ થઇ.

આ અત્યંત ગંભીર ઘટના છતા હજું મહીસાગર બાળ સુરક્ષા વિભાગ ઘોર નિંદ્રામાં છે. જોકે ભીનું સંકેલવા વડોદરા બાળ સુરક્ષા વિભાગે કાઉન્સેલિંગ કરીશું તેમ જણાવ્યું હતું. જોકે આ અંગે હજુ સુધી કોઇ કાર્યવાહી કરાઇ નથી. આ મામલે પોલીસે ફરિયાદ નોંધી આરોપીને પડકવા માટે તપાસ હાથ ધરી છે. પોલીસના જણાવ્યા અનુસાર, આરોપીને ઓળખી લેવામાં આવ્યો છે, તપાસ બાદ અટકાયત કરવામાં આવશે.

રિપોર્ટર :- સોહીલ શેખ

Translate »
%d bloggers like this: