સાત શકુનીઓ ને કુલ રૂ.૨૮,૪૦૦/-નાં મુદ્દામાલ સાથે પકડી લેતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ ભાવનગર

સાત શકુનીઓ ને કુલ રૂ.૨૮,૪૦૦/-નાં મુદ્દામાલ સાથે પકડી લેતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ ભાવનગર


ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી જયપાલસિંહ રાઠોડ સાહેબેની સુચના અને માર્ગદર્શન હેઠળ ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં ઇન્ચાર્જ પોલીસ ઇન્સ. શ્રી. એસ.એન.બારોટ તથા પો.સબ ઇન્સ. શ્રી. એન.જી.જાડેજા તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને ભાવનગર શહેર વિસ્તારમાં દારૂ જુગારની બદી નેસ નાબુદ કરવા માટે સખત સુચના આપેલ.

જે સુચના આઘારે એલ.સી.બી. સ્ટાફના માણસો આજરોજ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી. તે દરમ્યાન પો.કો. ઇમ્તીયાઝખાન પઠાણને બાતમીરાહે હકિકત મળેલ કે ભાવનગર વોરાબજાર કરાંચી ટેઇલર વાળી ગલ્લી પાશ્ર્વ હોઝીયરી વાળાની દુકાન પાસે જાહેર જગ્યામા અમુક ઇસમો ગોળ કુંડાળુ વળી તિનપતીનો પૈસાની હારજીતનો જુગાર રમે છે. જે હકિકત આઘારે સ્ટાફના માણસો સાથે બાતમી વાળી જગ્યા ઉપર રેઇડ કરતા કુલ-સાત ઇસમો જાહેરમાં જુગાર રમતા મળી આવતા (૧) ભરતભાઇ જીતેંદ્રભાઇ ગોહેલ ઉ.વ.૩૨ રહે.આનંદનગર,વિમાના દવાખાના પાસે બ્લોક નં.૨,રૂમ નં.૭૫૦,ભાવનગર (ર) સાગરપરી જનકપરી ગોસ્વામી ઉ.વ.૩૧ રહે.પટેલનગર,મિલ્ટ્રીસોસાયટી, ભાવનગર (૩) અબ્દુલભાઇ હુસૈનભાઇ દસાડીયા ઉ.વ.૫૦ રહે.અજય ટોકીઝ,તેલના ઘાણી પાસે ભાવનગર (૪) રવિભાઇ વ્રજલાલભાઇ રાવ ઉ.વ.૨૯ રહે.કાળીયાબીડ,કબીર આશ્રમ રોડ,શિવસાગર રેસીડેંસી,ફલેટ નં.૩૦૬,ભાવનગર (૫) રાકેશ નટુભાઇ સોલંકી ઉ.વ.૩૪ રહે.મામાકોઠા,સાઇઠફળી ચોકમા, ભાવનગર (૬) ઇમરાનભાઇ અહેમદહુસૈનભાઇ રાંધનપુરી ઉ.વ.૨૮ રહે.ખારગેટ,કાજીવાડ નો ચોક, ભાવનગર (૭) મજીદ ઉર્ફે સાહીલ રહીમભાઇ જેઠવા ઉ.વ. ૨૪ રહે.ભગાતળાવ,બંગડીના કારખાના પાસે, ભાવનગર વાળાઓ પસેથી રોકડ રૂપિયા ૧૭,૭૪૦/-,મોબાઇલ નંગ-૦૪ કિ.રૂ.૧૦,૫૦૦/-મળી કુલ રૂ.૨૮,૨૪૦/- નાં મુદ્દામાલ સાથે પકડી તમામ સામે જુગાર ધારા કલમઃ-૧૨ મુજબની કાર્યવાહી કરી ગંગાજળીયા પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર કરાવવામાં આવેલ છે.

આ સમગ્ર કામગીરીમાં એલ.સી.બી.નાં ઇન્ચાર્જ પોલીસ ઇન્સ. એસ.એન.બારોટ તથા પો.સબ ઇન્સ. એન.જી.જાડેજા ની સુચના અને માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. સ્ટાફનાં એ.એસ.આઇ. પરાક્રમસિંહ ગોહિલ તથા પો.કોન્સ.રાજેન્દ્રસિંહ સરવૈયા તથા વિઠ્ઠલભાઇ બારૈયા તાથ ઇમત્યાઝખાન પઠાણ તથા સત્યજીતસિંહ ગોહિલ તથા કેવલકુમાર સાંગા તથા શક્તિસિંહ ગોહિલ ડ્રા ઘર્મેન્દ્રસિંહ સરવૈયા એ રીતેનાં સ્ટાફનાં માણસો જોડાયા હતા.

 

નીચેના બેલ આઇકોન પર ક્લિક કરી નોટિફિકેશન ઓન કરો અને મેળવો ન્યુઝ તમારા મોબાઈલ પર

Avatar

Pd Dabhi

Pd Dabhi Ceo:-LIVECRIMENEWS આપની આસપાસ બનતી દરેક ઘટનાને મોકલી આપો અમારા સુધી ફોટા વિગત વિડીયો અમારા ઈમેલ કે વોટ્સએપ પર pddabhitalaja@gmail.com 9714577186

Read Previous

પોલીસના સેવા સુરક્ષા શાંતિ મંત્રને ખરા અર્થમાં સાબિત કરતા મહિલા પી.એસ.આઈ એસ.એન સોનારા

Read Next

વાયુ વાવાઝોડાની આગાહીને લઈને ભારે વરસાદની આગાહીને પગલે એનડીઆરએફની ટીમ બનાસકાંઠા પહોંચી

Translate »
%d bloggers like this: