લોકડાઉનના ચુસ્ત અમલ માટે ૩,૦૦૦ થી વધુ પોલીસ જવાનો રાત દિવસ ખડે પગે

કોરોના મહામારીના પડકારને પહોંચી વળવા ભાવનગર જિલ્લા પોલીસ અનેક મોરચે આપી રહી છે અસરકારક લડત

લોકડાઉનના ચુસ્ત અમલ માટે ૩,૦૦૦ થી વધુ પોલીસ જવાનો રાત દિવસ ખડે પગે

લોકડાઉનની કડક અમલવારીની સાથે જરૂરિયાતમંદો માટે મદદનો હાથ પણ લંબાવી રહી છે ભાવનગર પોલીસ

પોલીસે સોશિયલ મીડિયા, માઈક એલાઉન્સ, પત્રિકા તેમજ પોસ્ટર્સ દ્વારા હાથ ધર્યું જન જાગૃતિ અભિયાન

હાલમાં સમગ્ર દુનિયામા કોરોના વાયરસની વ્યાપક અસર થયેલ છે. જેની અસર ભારતમા તેમજ ગુજરાતમા પણ થયેલ છે. જેથી સાવચેતીના પગલારૂપે રાજ્ય સરકાર દ્વારા સમગ્ર રાજ્યને તા.૨૩/૩/૨૦૨૦ના રોજ મધ્યરાત્રીથી લોક ડાઉન કરવાનો નિર્ણય લીધો છે તથા સમગ્ર રાજ્યના જુદા-જુદા જિલ્લાઓમા કલમ ૧૪૪નો અમલ પણ લાગુ કરવામા આવેલ છે. જેથી પ્રસિદ્ધ થયેલ જાહેરાતના તથા સરકારશ્રીની સુચના મુજબ ભાવનગર જિલ્લાના પોલીસ યુનિટ દ્વારા શહેર તથા જિલ્લામા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામા આવેલ છે.

હાલ લોકડાઉનના ચુસ્ત અમલ માટે જિલ્લામાં પોલીસ અધિક્ષકશ્રી સહિત , ૫ નાયબ પોલીસ અધિક્ષકશ્રી,૧૨ પોલીસ ઇન્સ્પેકટરશ્રી, 33 પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી, ૧,૧૦૮ પોલીસ જવાનો, ૧ એસ.આર.પી. કંપની, હોમગાર્ડ તથા જી.આર.ડી.ના ૧૨૪૯ જવાનો, Recruit ૬૯૭ મુજબના અધિકારીઓ,પોલીસ જવાનો,એસ.આર.પી.,હોમગાર્ડ,જી.આર.ડી.,એસ.આર.ડી. સહિતના આશરે 3,000 જવાનો રાઉન્ડ ધી ક્લોક પોતાની ફરજ બજાવી રહ્યા છે.

લોકડાઉનની ચુસ્ત અમલવારી અંતર્ગત ભાવનગર જિલ્લા પોલીસ યુનિટ દ્વારા આઈ.પી.સી. કલમ ૧૮૮ મુજબ ૮૨૭ કેસ, આઈ.પી.સી. કલમ ૨૬૯, ૨૭૦, ૨૭૧ મુજબ ૫૮૨ કેસ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ ૨૦૦૫ હેઠળ ૨ કેસ, ડ્રોન કેમેરાના માધ્યમથી નિરીક્ષણ કરી આઈ.પી.સી. કલમ ૧૮૮ મુજબ ફુલ ૨૯૬ કેસોની આજ દિન સુધી કાર્યવાહી કરવામા આવેલ છે તેમજ મોટર વ્હીકલ એક્ટ-૨૦૭ હેઠળ કુલ ૨,૮૬૩ વાહનો ડિટેઇન કરાયા છે.

 

કોરોના સંક્રમણ અટકાવવા હેતુસર ભાવનગર જિલ્લામા આવશ્યક ચીજવસ્તુઓની ખરીદી તથા આરોગ્ય, તબીબી તથા જાહેરનામામા આપેલ છૂટછાટ સિવાય સંપૂર્ણપણે લોક ડાઉનનુ પાલન કરાવવામા આવેલ છે. કુલ ૩૧ પરપ્રાંતિય મજૂરો ભાવનગર જીલ્લો છોડી પોતાના વતન ઉત્તરપ્રદેશ તરફ જતા હતા જેમને જિલ્લા પોલીસ દ્વારા રોકી જરૂરી સુવિધા તેમજ મેડિકલ ચેકઅપ કરાવી સેલ્ટર હોમ ભાવનગર ખાતે સુરક્ષીત રાખવામાં આવેલ છે તેમજ જાહેરનામા ભંગ કરતા ઈસમોને ડ્રોન દ્વારા શોધી કાઢી જાહેરનામા ભંગના કેસો કરવામા આવેલ છે

લોકડાઉન તથા જાહેરનામાના કડક અમલની સાથે સાથે સમગ્ર જિલ્લા તેમજ શહેરના અનેક વિસ્તારોમાં નિરાધાર અને જરૂરિયાતમંદ લોકોને ફુડ પેકેટની તેમજ અન્ય જરૂરી વ્યવસ્થાઓ કરી પોલીસ માનવીય અભિગમ પણ દાખવી રહી છે.

પોલીસ દ્વારા અલગ-અલગ વાહનોમા માઈક ફીટ કરી એલાઉન્સર થી કોરોના થી બચવા ઘરમા રહો સ્વસ્થ રહો, કોરોના ભગાડો વગેરે જેવા સૂત્રોથી અવારનવાર જાહેરાત કરી સતત પેટ્રોલિંગ રાખી વિના યોગ્ય કારણે કોઈપણને ઘરની બહાર નહીં નીકળવા સૂચનાઓ કરી ચાપતી નજર રાખવામા આવી રહી છે.અને જો વિના યોગ્ય કારણે વાહન લઈ બહાર નીકળતા કોઈ જણાય તો વાહનો ડિટેઈન કરવાની કામગીરી કરવામાં આવી રહી છે. જિલ્લા પોલીસ દ્વારા આંતર જિલ્લા સરહદે કુલ ૬ ચેક પોસ્ટ ઊભી કરી સતત સઘન ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવેલ છે. તેમજ સોશિયલ મીડિયા તથા વોટ્સએપ દ્વારા કોરોનાથી બચવા જાહેરાતો કરી લોકોમાં જાગૃતિ લાવવા ખાસ અભિયાન હાથ ધરેલ છે. ભાવનવરમાં કોરોનાથી એક વ્યક્તિનુ મૃત્યુ થયેલ છે આ વ્યક્તિ જે-જે વ્યક્તિના સંપર્કમાં આવેલ એ વ્યક્તિઓને પોલીસ દ્વારા શોધી મેડિકલ તપાસણી કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે અને તેના રહેણાંક વિસ્તારને પોલીસ બંદોબસ્તથી કોર્ડન કરવામાં આવેલ છે તેમજ તે રોડ-રસ્તા પણ સદંતર બંધ કરાવેલ છે. સોમનાથ જિલ્લાના ૩૬ પરપ્રાંતિય મજૂરો છુપાઈને ઉના વિસ્તાર છોડી જાંબવા (મધ્યપ્રદેશ) પગપાળા જતા મહુવા નેસવડ ચોકડી પાસે મળી આવતા તેઓને રોકી મહુવા શેલ્ટર હોમ, મહુવા પ્રાથમિક શાળા-૧, ખાતે રાખી જરૂરી સુવિધા આપી મેડિકલ ચેકઅપ કરાવી સુરક્ષિત રાખવામાં આવેલ છે.આમ ભાવનગર પોલીસ તંત્ર લોકડાઉન તેમજ જાહેરનામાની કડક અમલવારીની સાથે સાથે જરૂરિયાત મંદ લોકો માટે માનવીય અભિગમ દાખવી મદદરૂપ થઇ શ્રેષ્ઠ ઉદાહરણ પુરું પાડી રહ્યુ છે.
Live

Translate »
%d bloggers like this: