પાલનપુરમાં હિન્દુ મુસ્લિમ ભાઈઓ સાથે રહીને મહાન બ્લડ કેમ્પ યોજ્યો

પાલનપુરમાં હિન્દુ મુસ્લિમ ભાઈઓ સાથે રહીને મહાન બ્લડ કેમ્પ યોજ્યો

આજ રોજ તારીખ ૧૯/૭/૨૦૨૦ ના રોજ પાલનપુરમાં જહાનારા બાગ પાસે આવેલ બ્રાહ્મણ સમાજની વાડીમાં રક્તક્રાંતી ફાઉન્ડેશન ગુજરાત તેમજ આયાત બ્લડ સેવા સમિતિ સિદ્ધપુર , અમન બ્લડ સેવા સમિતિ સિદ્ધપુર તેમજ બ્લડ સેવા સિદ્ધપુર ના સંયુક્ત ઉપક્રમે પાલનપુર સિવલમાં આવતા ગરીબ લોકોને જરૂરિયાત ના સમય વિના મૂલ્યે બ્લડ મળી રહે તે હેતુ થી હિન્દુ મુસ્લિમ ભાઈઓ એ સાથે મળીને રક્તદાન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું

હાલમાં કોરોના મહામારીમાં એક સેવાનું ઉમદા કાર્ય કરી વધુ પ્રેરણા રૂપ ઉદાહરણ પૂરું પાડ્યું હતું આ કાર્યક્રમમાં 51 યુનિટ બ્લડ જમા કર્યો હતું. જેમાં ભુપેન્દ્ર ભાઈ દવે
ઉસ્માન ખાન પઠાણ ,ભરતભાઈ પુરોહિત,મુસ્તકીમ મલેક ,યુનુસ શેખ ,અતુલભાઈ ચોક્સી,
ઝકી મેમન,પત્રકાર સમ્સુદ્દીન પીંઢારા સિદ્ધપુર, પત્રકાર કપિલ ચૌહાણ અને પત્રકાર ઇમરાનખાન મોગલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા આ બ્લડ ની બોટલો પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાતે ગરીબ લોકો માટે જમાં કરાવવામાં આવી હતી

રિપોર્ટ ઇમરાનખાન મોગલ

Translate »
%d bloggers like this: