સરસ્વતી તાલુકાના વામૈયા વામૈયાપ્રાઆકેન્દ્ર ખાતે ૧૧મી જુલાઈ “વિશ્વ વસ્તી દિવસ”ની ઊજવણી નિમિત્તે એક શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું

સરસ્વતી તાલુકાના વામૈયા વામૈયાપ્રાઆકેન્દ્ર ખાતે ૧૧મી જુલાઈ “વિશ્વ વસ્તી દિવસ”ની ઊજવણી નિમિત્તે એક શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વસ્તી નિયંત્રણ કરવા માટે
આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ભારત સરકાર દ્વારા નિયત કરેલ કુટુંબ કલ્યાણ ની જુદી જુદી પદ્ધતિઓ વિશે જાણકારી આપવામાં આવેલ.

નાની ઉંમરે લગ્ન ન કરવા, જે પણ દિકરીના લગ્ન હોય તેના ઓછામાં ઓછા એક માસ પહેલાંથી ઓરલ પીલ્સના ઉપયોગ કરવા, અને તે દ્વારા વણજોઉતી સગર્ભાવસ્થા (“અનમેટ નીડ”) અટકાવવા, લગ્ન બાદ ઓછામાં ઓછા બે વર્ષ સુધી પ્રથમ બાળક નહી, પ્રથમ બાળક બાદ આંકડી મુકાવવા, તેમજ બે બાળકો વચ્ચે પાંચ વર્ષનો ગાળો રાખવા, દિકરો – દીકરી એક સમાન ગણી બે બાળકો બાદ કુટુંબ કલ્યાણની કાયમી પદ્ધતિ અપનાવવા જણાવવામાં આવ્યું હતું.

હાલમાં “કોરોના વાયરસ સંક્રમણ”અટકાવવા ફરજીયાત માસ્ક પહેરવા, સાબુ અને પાણીથી વારંવાર હાથ ધોવા તેમજ સેનેટાઈઝરનો ઉપયોગ કરવા તેમજ બાળકો, વડીલો, બીમાર વ્યક્તિઓેએ કે જે ટી.બી., હાઈપરટેન્શન, કેન્સર ડાયાબિટીસ,એચ.આઈ.વી. કે અન્ય મોટી બિમારી થી પીડાતા હોય તેમણે કામ શિવાય ધર બહાર ન નીકળવા સમજ આપવામાં આવેલ.

આ પ્રસંગે મેડીકલ ઓફીસર વામૈયા, પ્રદીપભાઈ પરમાર તેમજ પંચાયત સદસ્ય, આશા કાર્યકર બહેનો તેમજ સગર્ભા, ધાતુની માતાઓ હાત
હાજર રહ્યાં હતાં.

રિપોર્ટર ઇમરાનખાન મોગલ

Translate »
%d bloggers like this: