પાલનપુર ના જીવદયા પ્રેમી ઠાકોરદાસ ખત્રી દ્વારા આજ રોજ 4 પ્રાણીઓના જીવ બચાવવા માં આવ્યા હતા.

પાલનપુર ના જીવદયા પ્રેમી ઠાકોરદાસ ખત્રી દ્વારા આજ રોજ 4 પ્રાણીઓના જીવ બચાવવા માં આવ્યા હતા

. પાલનપુર શહેર ના અલગ અલગ વિસ્તાર માં થી ફોન આવતાજ પોતાનો ફૂટવેર નો બિઝનેસ કરતા ઠાકુરદાસ તરત જ પ્રાણીઓના જીવ બચાવવા દોડી જાય છે તેમ આજે પાલનપુર ના અલગ અલગ વિસ્તાર માંથી ફોન આવતા 4 પ્રાણીઓના જીવ બચાવ્યા હતા. જેમાં એક બિલાડીનું બચ્ચુ, ગાય, અને બે કુતરાના જીવ બચાવ્યા હતા

જ્યારે સાંજે જુના ટેલિફોન એક્સચેન્જ વિસ્તાર માં ફોટો સ્ટુડિયો ધરાવતા દેવપવન સ્ટુડિયો ના પવનભાઈ દ્વારા ફોન કરતા તાત્કાલિક સ્થળ પર જઈ ને કુતરાના બચ્ચાને પેટ ફાઉન્ડેશન ના સતીશભાઈ ની ટિમ ની મદદ થી બચાવી લેવામાં આવ્યું હતું, જ્યારે સરકારી એનિમલ સેવા 1962 ની મદદથી ગાય ને બચાવી લેવામાં આવી હતી

રિપોર્ટર ઇમરાનખાન મોગલ

Translate »
%d bloggers like this: