પ્રોહીબીશનના ગુન્હામાં વોન્ટેડ આરોપીને ઝડપી પાડતી આર.આર.સેલ ભાવનગર રેન્જ તથા રેન્જ પેરોલ ફર્લો સ્કોર્ડ

  1. નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી ભાવનગર રેન્જ 

    નાઓએ રેન્જના જીલ્લાઓમાં ગુમ થયેલ બાળકો તથા સગીર વયની યુવતીઓને શોધી કાઢવા તેમજ ગુન્હો કર્યા બાદ જુદા-જુદા રાજય તથા જીલ્લાઓમાં આરોપી ભાગતા ફરતા હોય જે નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે રેન્જના તમામ પોલીસ અધિકારીઓને સુચના આપેલ હોય જે સુચના અન્વયે આર.આર.સેલ, ભાવનગર રેન્જના તથા રેન્જ પેરોલ ફર્લો સ્કોર્ડના *પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી આર.એચ.બાર સાહેબન માર્ગદર્શન અને સુચનાથી સ્ટાફના માણસો ગુમ થયેલ બાળકો તથા સગીર વયની યુવતીઓની તથા નાસતા ફરતા આરોપીઓની તપાસમાં હતા દરમ્યાન સ્ટાફના માણસોને મળેલ બાતમી આધારે વલસાડ જીલ્લાના ડુંગરી પો.સ્ટે. પાર્ટ સી ગુ.ર.નં- ૧૧૨૦૦૦૧૯૨૦૦૦૨૫/૨૦૨૦ પ્રોહી. કલમ ૬૫(એ)(ઇ), ૧૧૬(બી),૮૧,૯૮(૨) વિ.મુજબના ગુન્હાના કામે નાસતો ફરતો આરોપી હતપંકજભાઇ ઉર્ફે પ્રકાશ ઉર્ફે પકો શાંતીભાઇ ઉર્ફે બચુભાઇ પરમાર/કોળી પટેલ ઉ.વ.૪૨ ધંધો-મજુરી રહેવાસી-પ્રભુદાસ તળાવ, ટેકરી ચોક ભાવનગર* વાળાને ટેકરી ચોકમાંથી ઝડપી પાડી કાયદેસર કાર્યવાહી કરવા સારૂ મજકુર આરોપીને ગંગાજળીયા પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપેલ છે.

  આ કામગીરીમાં પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી આર.એચ. બાર સાહેબની સુચનાથી સ્ટાફના હેડકોન્સ. બાબાભાઇ હરકટ તથા અર્જુનસિંહ ગોહીલ તથા પો.કોન્સ. એઝાઝખાન પઠાણ તથા વુમન પો.કોન્સ. નિલમબેન વીરડીયા વિગેરે જોડાયા હતા.
Translate »
%d bloggers like this: