ચુડા તાલુકામાં ખેતી પાકને થયેલ નુકસાનીનો સર્વે કરી ઝડપથી વળતર ચૂકવવાની માંગ ગુજરાત ખેડૂત એકતા મંચના નેજા હેઠળ ચુડા મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું

ચુડા તાલુકામાં ખેતી પાકને થયેલ નુકસાનીનો સર્વે કરી ઝડપથી વળતર ચૂકવવાની માંગ

ગુજરાત ખેડૂત એકતા મંચના નેજા હેઠળ ચુડા મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું

ચુડા તાલુકામાં અતિવૃષ્ટિના કારણે ખેતી પાક માં થયેલ નુકશાનીના સર્વે બાબતે ગુજરાત ખેડૂત એકતા મંચના નેજા હેઠળ ચુડા મામલતદારને લેખિત આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે, જેમાં જણાવાયું છે કે, આ પંથકમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાથી ખેડૂતોના પાક જેવા કે કપાસ, એરંડા, તલ, મગ, જુવાર તથા કઠોળ વિગેરે પાકોમાં વરસાદી પાણી ભરાઇ રહેતા પાક નિષ્ફળ ગયાનું ખેડૂતો જણાવી રહ્યા છે, આથી અસરગ્રસ્ત ખેડૂતોના ખેતરો નો તાત્કાલિક સર્વે હાથ ધરી વળતર ચૂકવી પાયમાલી માંથી બચાવવાની માંગ કરવામાં આવી છે, તેમજ દુષ્કાળ અને કમોસમી વરસાદના માપદંડમાં પણ સુધારો કરવાની ખેડૂત આગેવાનોએ માંગ કરી છે.

રિપોર્ટર : દિપકસિંહ વાઘેલા

Translate »
%d bloggers like this: