છાપી પ્રેસ યુનિટી દ્વારા કોરોના વોરિયર્સ નો સન્માન સમારંભ કાર્યક્રમ યોજાયો.

છાપી પ્રેસ યુનિટી દ્વારા કોરોના વોરિયર્સ નો સન્માન સમારંભ કાર્યક્રમ યોજાયો.

આજ રોજ છાપી હાઈવે પરિવાર હોટેલ ખાતે છાપી પ્રેસ યુનિટી દ્વારા કોરોના વોરિયર્સ નો સન્માન સમારંભ કાર્યકમ યોજાયો હતો. છાપી પ્રેસ યુનિટી દ્વારા વડગામ તેમજ પાલનપુર તાલુકા ના આજુબાજુ ના ગામડા અો માં કોરોના વોરિયર્સ તરીકે કામગીરી કરવા બદલ તમામ સમાજ ના અગ્રણી અો ને પુષ્પગુચ્છ સાલ આોઢાડી સન્માનપત્ર આપી ઉમળકાભેર સન્માનિત કરવામાં આવ્યા હતા.

વડગામ તાલુકા ના છાપી વિસ્તાર માં નવિન બનેલ છાપી પ્રેસ યુનિટી ટ્રસ્ટ ,વડગામ ના હોદ્દેદારો તેમજ સભ્યો દ્વારા છાપી હાઇવે પરિવાર રેસ્ટોરન્ટ ખાતે કોરોના વોરિયર્સ નુ સન્માન સમારંભ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યુ હતુ.જેમો સરકાર શ્રી ની ગાઈડલાઇન મુજબ સેનેટાઇઝર તેમજ માસ્ક , સોશિયલ ડિસ્ટન્સ સાથે તમામ સભ્યો તેમજ કોરોના વોરિયર્સ તરીકે આવેલ મહેમાનો હાજર રહ્યા હતા.પત્રકાર મિત્રો દ્વારા આ યુનિટી ને ટ્રસ્ટ માં પરિવર્તન કરી સમાજ ના વંચિત લોકો ના પ્રશ્નો નુ નિરાકરણ કરવાના હેતુ થી આ યુનિટી ને ટ્રસ્ટ માં પરિવર્તન કરવાની કામગીરી કરાઇ હતી.જેમાં વડગામ તેમજ પાલનપુર તાલુકા ના છાપી,મજાદર, ચંગવાડા ,માહી,મેમદપુર,
રજોસણા,તેનિવાડા,વાસણા જ., ડાંગીયા,પાલનપુર , ના આજુબાજુ ના તમામ કોરોના વોરિયર્સ નુ ઉમળકાભેર સન્માન કરાયુ હતુ.આ કાર્યક્રમ માં યુનિટી ના પ્રમુખ,ઉપ પ્રમુખ,મહામંત્રી,મંત્રી ,ખજાનચી,મિડીયા કન્વીનર, અને સલાહકાર તેમજ યુનિટી ના સભ્યો અે ભારે જહેમત ઉઠાવી કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો.જેમાં છાપી પ્રેસ યુનિટી ના આમંત્રિત મહેમાનો માં અેહમદભાઇ સાૈદાગર માહી , સોયબાઇ કડીવાલા મજાદર, આદમભાઇ ચાૈધરી, નીતિનભાઈ ઠાકોર નિસ્વાર્થ સેવા સંગઠનના પ્રમુખ, ભીખીબેન રાજપુત , ઉષાબેન જોશી પુર્વ તાલુકા વિકાસ અધિકારી વડગામ ,

ડોક્ટર ડાભી,રૂક્સાનાબેન ચાૈધરી,આ કાર્યક્રમ ને સહયોગ આપી માનવતા મહેકાવી હતી. છાપી પ્રેસ યુનિટી દ્વારા સુંદર ભોજન સમારંભ નુ પણ આયોજન કરવામાં આવ્યુ હતું.આ તમામ કાર્યક્રમ નું સંચાલન અેંકર રોશનબેન દેસાઇ એ કર્યું હતું, અને માઇન્ડ પાવર ટ્રેઈનર મુકેશ મોઢ દ્વારા સુંદર સ્પિચ આપી સમગ્ર કાર્યક્રમ ને શોભાવ્યો હતો. અે બદલ છાપી પ્રેસ યુનિટી અે આ બંને વ્યક્તિનો આભાર વ્યક્ત કર્યો હતો.

રિપોર્ટર ઇમરાનખાન મોગલ

Translate »
%d bloggers like this: