સિદ્ધપુર મુસ્લિમ યંગ કમિટી #SMYC દ્વારા ૧૫ મી ઓગસ્ટ ના રોજ ત્રીજું બ્લડ ડોનેસન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું.

આવી કોરોના ની મહામારી વચ્ચે ‘રક્તદાન મહાદાન, રક્તદાન જીવનદાન’ ના સંકલ્પ થી આજરોજ યોજાયેલા બ્લડ ડોનેશન કેમ્પ માં ૪૨ બ્લડ ની બોટલ સાથે બ્લડ ડોનેટ કરવામા આવ્યું હતું. ભારે ઉત્સાહ થી સિદ્ધપુર મુસ્લિમ યંગ કમીટી દ્વારા આ પ્રોગ્રામ સિદ્ધપુર શહેરમાં મોગલદાતાર મસ્જિદ પાસે રાખવામાં આવ્યું હતું. સિદ્ધપુર જનરલ હોસ્પિટલના સાથ સહકાર થી આ બ્લડ ડોનેશન કેમ્પ સફળ બન્યું હતું.

આ કેમ્પમાં ડોકટરો, હોમગાર્ડના જવાનો સહિત બ્લડ ડોનેટ કર્યું હતું. શહેરના આગેવાનો સહિત ઉપસ્થિત રહી પ્રોગ્રામને ચાર ચાંદ લગાવ્યા હતા.દેશ મા ચાલી રહેલા કોરોના મહામારી વચ્ચે સોશ્યિલ ડિસ્ટન્સ અને માસ્ક નું વિતરણ કરવામાં આવ્યું હતું. સાથે આ બ્લડ ડોનેશન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું આ કેમ્પ મા સૈયદ અશરફઅલી વકીલ, કૈયુમભાઈ પોલાદી (કોર્પોરેટર), રસીદભાઈ કુરેશી, સિદ્ધપુર શહેર કોંગ્રેસ પ્રમુખ અમરસિંહ ઠાકોર, ડો. અનિસભાઈ મન્સૂરી, જે.એલ .પરમાર, સેધુભા, નટુભાઈ દરજી સહિત નામી અનામી મહેમાન અને સિદ્ધપુર ઠાકોર સમાજ અને અન્ય હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા આવેલ મહેમાનનો #SMYC ગ્રુપ તરફથી બુકે વડે સન્માન કરવામાં આવ્યું હતું ત્રીજા બ્લડ કેમ્પ નું આયોજન કરનાર (SMYC) ગ્રુપ તરફ થી પ્રમુખ માજીદખાન પોલાદી અને ગ્રુપ ના તમામ યુવાઓએ બ્લડ ડોનેશન નું શાનદાર આયોજન કર્યું હતું

રિપોર્ટર ઇમરાનખાન મોગલ

Translate »
%d bloggers like this: