પાલનપુર ખાતે મજલીસે દઅવતુલ હક્ક અને પાલનપુર મુસ્લિમ ડોક્ટર્સ એસોસિએશન દ્વારા કોવિડ હેલ્થ સેન્ટર🏥 ખુલ્લું મુકવામાં આવ્યું

તારીખ ૦૮/૦૮/૨૦૨૦ ને શનિવારના રોજ બનાસકાંઠા જીલ્લા આરોગ્ય ખાતા દ્વારા મજલીસે દઅવતુલ હક્ક અને પાલનપુર મુસ્લિમ ડોક્ટર્સ એસોસીએશનના સંયુક્ત ઉપક્રમે આદિનાથ કોમ્પ્લેક્ષ,ઓસિયા મોલની બાજુમાં,પાલનપુર-ડીસા હાઈવે ખાતે કોવીડ હેલ્થ સેન્ટર જીલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડો.મનીષ ફેન્સીના હસ્તે ખુલ્લું મુકાયું.આ પ્રસંગે ડો.મનીષ ફેન્સી(C.D.H.O),મૌલાના અબ્દુલ કુદ્દુસ(પ્રમુખ દઅવતુલ હક્ક),મહેશ પટેલ(ધારાસભ્ય,પાલનપુર), અશોક ઠાકોર(પ્રમુખ,પાલનપુર નગરપાલિકા),પીનલબેન ઘાડીયા(પ્રમુખ,જીલ્લા પંચાયત),દિનેશ ગઢવી(જીલ્લા પ્રમુખ,કોગ્રેસ),દિનેશ પંચાલ(શહેર પ્રમુખ,ભાજપ),ડો.અમિત અખાણી(પ્રમુખ,IMA),ડો.નરેશ પ્રજાપતિ(સેક્રેટરી,IMA),ડો. મુનીર મનસુરી(પ્રમુખ,પાલનપુર મુસ્લિમ ડોક્ટર્સ એસોસીએશન(PMDA) અને સભ્યો તેમજ આ નેક કામમાં સાથ અને સહકાર આપનાર વડીલો અને યુવાઓએ હાજરી આપી હતી.સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડો.રીઝવાન લોઢીયા અને આરીફભાઈ ઘાસુરાએ કરેલ.

આ કોવીડ સેન્ટર પાલનપુર શહેરના ડીસા હાઇવે ઓસીયા મોલ પાસે વિશાળ જગ્યામાં બનાવાયું છે 24 કલાક 50 બેડની ઓક્સિજન સુવિધા સહિત,અનુભવી સ્ટાફ તથા નિષ્ણાંત ડોકટરો દ્વારા સરકારની ગાઇડલાઇન મુજબ સારવાર કરવામાં આવશે.સંસ્થા દ્વારા જણાવાયેલ કે કોઈને જરૂર ના પડે એવું ઈચ્છીએ છતાં ગંભીર પરિસ્થિતિને કારણે જે પણ નાગરિકને જરૂર પડે તો આ સંસ્થા યથાયોગ્ય સહકાર આપશે.

Translate »
%d bloggers like this: