ટપક સિંચાઈની ભુગર્ભ ટાંકી માટે સહાય મેળવવા આઇ-ખેડૂત પોર્ટલ પર અરજી કરી શકાશે ખેડૂતોને થયેલ ખર્ચના ૫૦% અથવા ૯.૮૦ લાખ રકમ સહાય તરીકે મળવાપાત્ર થશે

ટપક સિંચાઈની ભુગર્ભ ટાંકી માટે સહાય મેળવવા આઇ-ખેડૂત પોર્ટલ પર અરજી કરી શકાશે

ખેડૂતોને થયેલ ખર્ચના ૫૦% અથવા ૯.૮૦ લાખ રકમ સહાય તરીકે મળવાપાત્ર થશે

ભાવનગર, તા.૨૮ : ટપક સિંચાઈ પધ્ધતી મારફત પાણીના કરકસર યુક્ત ઉપયોગ માટે કોમ્યુનીટી બેઈઝ ભુગર્ભ પાણીના ટાંકા બનાવવા સહાય આપવાની યોજના માટે અરજી કરવા માટે www.ikhedut.gujarat.gov.in પોર્ટલ પર તા.૨૫/૦૮/૨૦૨૦ સુધી ખેડૂતો દ્વારા ઓનલાઈન અરજી કરવા માટે ખુલ્લું મુકવામાં આવેલ છે. જેમા ઓછામા ઓછી ૧૦ હેક્ટર વિસ્તારમા ટપક/ફુવારા સિંચાઈ પધ્ધતી વસાવવા માટે સહમત લધુત્તમ પાંચ ખેડુતોનુ ગ્રુપ બનાવીને અરજી કરવાની રહેશે. જેમાંથી સર્વાનુમતે કોઈ એક જુથ લીડરના ખેતર પર ૧,૦૦૦ ઘનમીટરની ક્ષમતાવાળી આર.સી.સી.ની પાકી ભુગર્ભ/સ્ટોરેજ ટાંકી સાથે ઈલેક્ટ્રીક રૂમ, ઈલેક્ટ્રીક પેનલ બોર્ડ અને ઈલેક્ટ્રીક પંપ/મોટર વસાવવાનું રહેશે. જેમા થયેલ ખર્ચના ૫૦% અથવા રૂ. ૯,૮૦,૦૦૦ બે માંથી જે ઓછુ હોય તે સહાય મળવા પાત્ર રહેશે.
gf

આ માટેની અરજી ગ્રામ પંચાયત ખાતે કોમ્પ્યુટર ઓપરેટર તથા ઓનલાઈન ફોર્મ ભરી આપનાર જાણકાર પાસે અરજી કરી શકાશે. અરજી કર્યા બાદ અરજીની પ્રિન્ટ લઇ તેમાં ખેડૂત અરજદારે સહી કરી તમામ સાધનિક આધાર પુરાવા સાથે દિન-૭મા અરજદાર ખેડૂતે પોતાના ગામના ગ્રામસેવક(ખેતી) અથવા તાલુકા પંચાયત કચેરીએ વિસ્તરણ અધિકારી(ખેતી)ને જમા કરાવવાની રહેશે

Translate »
%d bloggers like this: