લીંબડી તાલુકાના બોડીયા અને દોલતપર ગામે રાત્રીસભાનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં ગ્રામજનોએ ટીડીઓ, મામલતદાર સહિત ઉચ્ચ અધિકારીઓ સામે રોડ

લીંબડી તાલુકાના બોડીયા અને દોલતપર ગામે રાત્રીસભાનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં ગ્રામજનોએ ટીડીઓ, મામલતદાર સહિત ઉચ્ચ અધિકારીઓ સામે રોડલીંબડી મામલતદાર, ટીડીઓ સહિત અધિકારીઓની હાજરીમાં સભા યોજાઈ બોડીયા-દોલતપર ગામે રાત્રીસભામાં રોડ પાકવીમાના પ્રશ્નોની ઝડી વરસી


લીંબડી તાલુકાના બોડીયા અને દોલતપર ગામે રાત્રીસભાનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં ગ્રામજનોએ ટીડીઓ, મામલતદાર સહિત ઉચ્ચ અધિકારીઓ સામે રોડ, પાકવીમા સહિત પ્રશ્નનો ઝડી વરસાવી હતી. હાજર અધિકારીએ ટૂંક સમયમાં સમસ્યાઓનો ઉકેલ લાવવા તૈયારી દર્શાવી હતી.
લીંબડી તાલુકાના દોલતપર અને બોડીયા ગામે ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં રાત્રીસભા યોજાઈ હતી. જેમાં દોલતપર ગામના સરપંચ કૈલાશબેન કમેજળીયા અને બોડીયા ગામના સરપંચ અરવિંદભાઈ પટેલે પોત પોતાના ગ્રામજનોના પ્રશ્ર્નોને વાચા આપી હતી. મુખ્ય પ્રશ્ર્નોમાં ખખડધજ રસ્તો નવો બનાવવા, એસ.ટી બસ શરૂ કરવી, વર્ષ 2017-18 ના પાકવીમા આપવા, આવનારા શિયાળું પાક માટે નર્મદાની કેનાલમાં પાણી આપવું, માઈનોર કેનાલમાં પડેલા ગાબડા રિપેર કરવા, જ્યોતિ ગ્રામ અને સિંચાઈ માટે અપાતી વીજળી નિયમિત પુરતા સમય માટે આપવા સહિત આરોગ્ય, પોલીસ પેટ્રોલીંગ તેજ કરવા સહિતના પ્રશ્નોની લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી.
લીંબડી મામલતદાર મહાવીરસિંહ રાણાએ જણાવ્યું હતું કે બન્ને ગામોના ગ્રામજનોની રજૂઆતોને લાગતા-વળગતા ડિપાર્ટમેન્ટમાં મોકલી ટૂંક સમયમાં માંગણીઓ પુરી કરવાનો પ્રયાસ કરાશે. બોડીયા અને દોલતપર ખાતે યોજાયેલી રાત્રીસભામાં તાલુકા વિકાસ અધિકારી એચ.એફ.ભુવાત્રા સહિત પીજીવીસીએલ, માર્ગ-મકાન, એસ.ટી અને આરોગ્ય વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા.

રિપોર્ટર દિપકસિંહ વાઘેલા સુરેન્દ્રનગર

Translate »
%d bloggers like this: