લીંબડી કુપોષિત બાળકોને કિટ વિતરણ કરવામાં આવી કુપોષિત બાળકોને ચ્યવનપ્રાશ, અશ્વગંધા તેલ, બાલ ચાતુર્ભદ્ર ચુર્ણની કિટ આપવામાં આવી

લીંબડી કુપોષિત બાળકોને કિટ વિતરણ કરવામાં આવી

કુપોષિત બાળકોને ચ્યવનપ્રાશ, અશ્વગંધા તેલ, બાલ ચાતુર્ભદ્ર ચુર્ણની કિટ આપવામાં આવી

ગુજરાતમાં એકપણ બાળક કુપોષિત ના રહે તે માટે અલગ અલગ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે, ત્યારે લીંબડી આઈસીડીએસ ખાતે આયુર્વેદ શાખા જીલ્લા પંચાયત દ્વારા આવા કુપોષિત બાળકોને કીટ વિતરણ કરતો કાર્યક્રમ યોજાયો હતો.

લીંબડી તાલુકાના આઈસીડીએસ કચેરી ખાતે જીલ્લા પંચાયત આયુર્વેદક શાખા તેમજ લીંબડી સરકારી હોસ્પિટલમા આવેલ આયુર્વેદિક, અને લીંબડી ગાયત્રી મંદિર ખાતે આવેલ સરકારી આયુર્વેદીક હોસ્પિટલના સહભાગે લીંબડીની 28 આંગણવાડી પૈકી 40 કુપોષિત બાળકોને ચ્યવનપ્રાશ, અશ્વગંધા તેલ, બાલ ચાતુર્ભદ્ર ચુર્ણની કિટ ડોક્ટર જીતેન્દ્રભાઈ મકવાણા, ડોક્ટર મનોજભાઈ તારવાણીયા, ડોક્ટર પ્રકૃતિબેન સોલંકી અને આસિસ્ટન્ટ પારૂલબેન ચાવડાના માધ્યમથી નાના બાળકોને કિટનુ વિતરણ કરવામાં આવ્યું હતું. ત્યારે આ કાર્યક્રમને સફળ બનાવવા આઈસીડીએસના સી.ડી.પી.ઓ છાયાબા ઝાલા, મુખ્ય સેવિકા નેહાબા ઝાલા અને 28 આંગણવાડી કાર્યકર અને વર્કર બહેનોએ જહેમત ઉઠાવી હતી.

રિપોર્ટર : દિપકસિંહ વાઘેલા

Translate »
%d bloggers like this: