લીંબડી ખાતેથી મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના લોન્ચ કરવામાં આવી વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના જન્મ દિવસ અર્તગત સુરેન્દ્રનગર જીલ્લા કક્ષાની યોજના લીંબડીથી લોન્ચ કરાઈ

લીંબડી ખાતેથી મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના લોન્ચ કરવામાં આવી

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના જન્મ દિવસ અર્તગત સુરેન્દ્રનગર જીલ્લા કક્ષાની યોજના લીંબડીથી લોન્ચ કરાઈ


હાલ જ્યારે ગુજરાતમાં મહિલાઓ આત્મનિર્ભર બને તે માટે સરકાર દ્વારા ઘણી બધી યોજનાઓ ચાલી રહી છે, ત્યારે આ વર્ષે ગુજરાત સરકાર દ્વારા મહિલાઓ માટે ખાસ આત્મનિર્ભર યોજના એટલે કે મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના બહાર પાડવામાં આવી છે, ત્યારે આ યોજનાનું જીલ્લા લેવલનુ લોન્ચિંગ કુંવરજીભાઇ બાવળીયાના અધ્યક્ષ સ્થાનેથી લીંબડી ખાતેથી કરવામાં આવ્યું હતું જેમાં યોજનાનો હેતુમા મહિલાઓને જોઈન્ટ લાયેબીલીટી અર્નિગ સેવિગ જુથમા જોડવી , સરકારી બેંકો, ખાનગી બેંકો,

સહકારી બેંકો અને ધિરાણ સંસ્થાઓ મારફતે મહિલા જુથોને એક લાખનુ ધિરાણ આપવું તેમજ ધિરાણના માધ્યમથી સ્વરોજગારી અને આજીવીકા પુરી પાડવી જેથી આ મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજનાથી મહિલાઓ આત્મનિર્ભર બની શકે, આ કાર્યક્રમમાં પુર્વ મંત્રી કિરીટસિંહ રાણા, જીલ્લા વિકાસ અધિકારી એસ.કે.હુડા, લીંબડી ડેપ્યુટી કલેક્ટર હર્ષવર્ધનસિંહ સોલંકી તેમજ અધિકારીઓ અને ભાજપના હોદ્દેદારો અને કાર્યકરો હાજર રહ્યા હતા. ત્યારે આ કાર્યક્રમનુ સંચાલન સુરેન્દ્રનગરના ડીએલએમ હિરલબેન, લીંબડી ટીએલએમ નિલેશ કમેજળીયા અને મીશન મંગલમ સ્ટાફ દ્વારા કરવામાં આવ્યું હતું.

રિપોર્ટર : દિપકસિંહ વાઘેલા

Translate »
%d bloggers like this: