લીંબડી-હડાળા રોડ પરના ખેતરોમાં વરસાદી પાણીના કારણે પાકને વ્યાપક પ્રમાણમાં નુકશાન પહોંચ્યું !

લીંબડી-હડાળા રોડ પરના ખેતરોમાં વરસાદી પાણીના કારણે પાકને વ્યાપક પ્રમાણમાં નુકશાન પહોંચ્યું !

તલ,એરંડા, કપાસ અને શાકભાજીના પાકને નુકસાન પહોંચતા સર્વે કરાવી સહાયની માંગ કરી

અતિવૃષ્ટિ બાદ સુરેન્દ્રનગર જિલ્લાના અનેક તાલુકાના ગ્રામ્ય વિસ્તારના ખેતરો વરસાદી પાણીનો ભરાવો થતા પાક નિષ્ફળ ગયાની વ્યાપકપણે ખેડૂત વર્ગમાંથી બુમરાણ ઉઠવા પામી છે, લીંબડી-હડાળા રોડ પર આવેલ ખેતરોમાં પણ વરસાદી પાણી ભરાવાની સમસ્યાના કારણે ખેતી પાકને નુકસાન પહોંચ્યાનુ આ પંથકના ખેડૂતો જણાવી રહ્યા છે. ખેડૂતોના ખેતર માંથી પાણી નિકાલ ન થતાં તલ, એરંડા, કપાસ અને શાકભાજીને વ્યાપક પ્રમાણમાં નુકશાન પહોંચ્યું છે, આ પરિસ્થિતિ વચ્ચે આ પંથકના ખેડૂતો તંત્ર દ્વારા ખેતી પાક માં થયેલ નુકશાનનો સર્વે કરાવી વળતરની માંગ કરી રહ્યા છે.

રિપોર્ટર : દિપકસિંહ વાઘેલા

Translate »
%d bloggers like this: