હનુમાન જયંતિ ની સાદાઈ થી ઉજવણી 

 

હનુમાન જયંતિ ની સાદાઈ થી ઉજવણી

ચૈત્રી સુદ પૂનમના દિવસ ના રોજ હનુમાન જયંતિ ની ઉજવણી કરવામાં આવે છે. પરંતુ હાલ સમગ્ર વિશ્વ, દેશ, અને રાજ્યમાં કોરોના વાયરસનો કહેર છે. જેના કારણે દેશની અંદર હાલ લોકડાઉન આપેલ છે

. ત્યારે હાલ આ લોક ડાઉનમાં ધાર્મિક કાર્યક્રમો પણ બંધ રાખવામાં આવ્યા છે. હનુમાન જયંતિની ઉજવણી દર વર્ષે ખૂબ ધામધૂમ,ઉત્સાહ અને શ્રધ્ધા થી ઉજવણી કરવામાં આવે છે. જેમાં આજન દિવસે હનુમાનજી ના મંદિર ની અંદર હવન, બટુક ભોજન, મહાપ્રસાદ, તેમજ ભજન અને શોભા યાત્રા સહિત ના કાર્યક્રમો થતા હોય છે. ત્યારે સરકાર દ્વારા આપવામાં આવેલ લોકડાઉન ના કારણે સુરેન્દ્રનગર જિલ્લામાં આ વખતે 1500 જેટલા હનુમાનજીના મંદિરો આવેલ છે જ્યાં દર વખતે ધામ ધૂમ થી ઉજવણી થતી હોય છે

જે આ વખતે ક્યાંય પણ કરવામાં આવી નથી. મંદિરની અંદર પણ પૂજારી દ્વારા બે ટાઈમ આરતી કરવામાં આવી હતી. છેલ્લા પચાસ વર્ષમાં પહેલી વખત જિલ્લામાં સાદાઈથી ઉજવણી કરવામાં આવી હતી. જેમાં બાલા હનુમાન મંદિર, ભલા હનુમાન મંદિર, ચબૂતરા હનુમાન મંદિર,રોકડીયા હનુમાન મંદિર, ખીજડિયા હનુમાન મંદિર વિજળીયા હનુમાન મંદિરોની અંદર પૂજારી દ્વારા પૂજા આરતી કરવામાં આવી હતી.

 

રિપોર્ટર દિપકસિંહ વાઘેલા (લીંબડી) સુરેન્દ્રનગર

Translate »
%d bloggers like this: