સાત શકુનીઓને રોકડ રૂ.૧૦,૨૨૦/-ના મુદ્દામાલ સાથે જુગાર રમતા પકડી પાડતી લીંબડી પોલીસ

સુ.નગર જિલ્લા પોલીસ અધીક્ષક શ્રી મહેન્દ્ર બગડીયા સાહેબની સુચનાથી પ્રોહી જુગાર અંગે ની પ્રવૃતિ નેસ્ત નાબુદ કરવાની સૂચનાથી તેમજ ના.પો.અધિ. શ્રી ડી.વી.બસીયા લીંબડી ડિવિઝન સા.ના માર્ગદર્શન હેઠળ પો.સ.ઇ શ્રી એસ.એસ.વરૂ તથા પ્રો.એ.એસ.આઇ પી.એમ ધાંધલ, પ્રો હેડ કોન્સ. અનિરૂદ્ધસિંહ એ. ડોડીયા તથા પો.કોન્સ. ક્રિપાલસિંહ અશોકસિંહ તથા પો.કોન્સ. દીલીપસિંદ યોગરાજ સિંહ તથા પો.કોન્સ. કિરિટસિંહ રણજીતસિંહ વિગેરે સ્ટાફ સાથે લીંબડી પો.સ્ટે વિસ્તારમાં પેટ્રોલીગમાં હતા

તે દરમ્યાન પો.સ.ઇ.શ્રી એસ.એસ.વરૂ સા.ને મળેલ બાતમી આધારે લીબડી રામનાથ મંદીર પાસે ગઢ ની દીવાલ નીચે નદીના ખુલ્લા પટ્ટામાં જાહેરમાં ગુદડી પાસા વડે પૈસાની હારજીતનો જુગાર રમતા સાતઇસમો જેમાં (૧) બાબુભાઇ કાળુભાઇ પરનાલા જાતે-ચુ.કોળી ધંધો-મજુરી ઉ.વ ૩૯ રહે રામના થશેરી લીંબડી(૨) જીતેન્દ્રભાઇ વિઠ્ઠલભાઇ સોડલા જાતે.ભરવાડ ધંધો ખેતી ઉ.વ.૨૯ રહે મોટામંદીર પાસે લીબડી તા.લીબડી(૩) રાજુભાઇ દેવાભાઇ મીર જાતે-ભરવાડ ઉ.વ.30 ધંધો-પશુપાલન રહે.કબીર આશ્રમ પાસે લીબડી(૪ )અશોકભાઇ હીંમતભાઇ ધોલેરા જાતે-ખત્રી ધંધો-મજુરી રહે-બત્રીવાડ.લીંબડી તા.લીંબડી(૫ ભીખાભાઇ અલીભાઇ પઠાણ જાતે-મુ.માન ઉ.વ ૪૦ ધંધોમજુરી રહે.ગોલેતર પા,એડીજાનીરોડ લીંબડી તા.લીબડી (૬) સંજયભાઇ રામેશ્વરભાઇ પોલ જાતે-રબારી ઉં,વ.૪૦ ધંધો-ડ્રાઇવીંગ રહે.ગરાસીયા બોડીંગપાસે લીંબડી(૭)ભરતભાઇ વજુભાઇ જોગરાણા જાતે-ભરવાડ ઉ.વ.ર૦ ધંધો-પશુપાલન રહે.ઠાકરદ્વાર પાસે ભરવાડનેશ લીંબડીવાળા રોકડા રૂ.૧૦,૨૨૦/- તથા ગુડદી પાસા નંગ-૨ કી.રૂ.૦૦/- મળી કુલ રૂ.૧૦,૨૨૦/- ના મુદ્દામાલ સાથે જુગાર રમાતા મળી આવતા લીંબડી પો.સ્ટે. ખાતે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

રિપોર્ટર
દિપકસિંહ વાઘેલા
સુરેન્દ્રનગર

Translate »
%d bloggers like this: