લીંબડી સેવા સદન ખાતે 74 માં સ્વાતંત્રતા પર્વની ઉજવણી સાદગીપૂર્ણ રીતે કરવામાં આવી

લીંબડી સેવા સદન ખાતે 74 માં સ્વાતંત્રતા પર્વની ઉજવણી સાદગીપૂર્ણ રીતે કરવામાં આવી


કોરોના વોરિયર્સ તરીકે કામગીરી કરેલ ડોક્ટર, મેડિકલ સ્ટાફ, પોલીસ કર્મચારી અધિકારી, શિક્ષકો વિગેરેને સર્ટિફિકેટ આપીને સન્માનિત કરવામાં આવ્યા

સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના સેવાસદનના પ્રાંગણમાં 74 માં સ્વાતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી હતી. લીંબડી ડેપ્યુટી કલેક્ટર હર્ષવર્ધનસિંહ સોલંકીએ ધ્વજવંદન કરાવ્યું હતું. આ પ્રસંગે પૂર્વ મંત્રી કિરીટસિંહ રાણા, હાથશાળ નિગમના ‌ચેરમેન શંકરભાઇ દલવાડી, લીંબડી મામલતદાર આર.એલ.કનેરીયા, લીંબડી તાલુકા વિકાસ અધિકારી એચ.એફ.ભુવાત્રા, લીંબડી ડીવાયએસપી ડી.બી.બસિયા, તેમજ તમામ વિભાગોના કર્મચારીઓ હાજર રહ્યા હતા. તેમજ કોરોના મહામારી વચ્ચે કોરોના વોરિયર્સ તરીકે કામગીરી કરેલ ડોક્ટર, મેડિકલ સ્ટાફ, પોલીસ કર્મચારી અધિકારી, શિક્ષકો વિગેરેને સર્ટિફિકેટ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતાં,હાલ કોરોના વાયરસને લઈ સરકારની ગાઈડ લાઈન મુજબ ધ્વજ વંદન કરવાની સુચનાને લઈ માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સના પાલન સાથે ધ્વજવંદન કરવામાં આવ્યું હતુ.

રિપોર્ટર
દિપકસિંહ વાઘેલા
લીંબડી

Translate »
%d bloggers like this: