પરાલી ગામેથી ઘણા વર્ષોથી ડોકટર તરીકે પ્રેકટીસ કરતો બોગસ ડોક્ટર એસઓજીએ ઝડપી લીધો મૂળ પશ્ચિમ બંગાળનો અને હાલ લીંબડીના ધલવાણા ગામે રહેતો હોવાનું તપાસમાં ખુલ્યું

પરાલી ગામેથી ઘણા વર્ષોથી ડોકટર તરીકે પ્રેકટીસ કરતો બોગસ ડોક્ટર એસઓજીએ ઝડપી લીધો
મૂળ પશ્ચિમ બંગાળનો અને હાલ લીંબડીના ધલવાણા ગામે રહેતો હોવાનું તપાસમાં ખુલ્યું

સુરેન્દ્રનગર જિલ્લામાંથી વધુ એક બોગસ ડોક્ટર ને સુરેન્દ્રનગર એસ.ઓ.જી એ ઝડપી લીધો છે, સુરેન્દ્રનગર એસ.ઓ.જી શાખાએ પાણશીણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ ગોઠવ્યું હતું તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે, પરાલી ગામ એ ગેરકાયદેસર ક્લિનિકમાં પ્રેક્ટિસ કરી રહેલ ડોક્ટરની બાતમી મળી હતી, આથી આ બનાવમાં ડોક્ટર ક્રિષ્ના સંતોષ સુરેન્દ્રનાથ બાલા ને ઝડપી લીધો છે, પશ્ચિમ બંગાળમાં રહેતો અને હાલ લીંબડી તાલુકાના ધલવાણા ગામે રહેતો હોવાનું જાણવા મળ્યું છે, તેમજ ઝડપાયેલ બોગસ ડોક્ટર પાસે કોઈપણ જાતનું તબીબી સારવાર અંગે નું સર્ટી ન હોવા છતાં બોગસ ડોક્ટર તરીકે ઘણા વર્ષોથી પ્રેક્ટિસ કરતો હોવાનું ખુલવા પામ્યું છે, આ બનાવમાં પોલીસે એલોપેથિક દવા કિંમત રૂ.૯૦૩૧ નો મુદ્દામાલ ઝડપી લઈને ઝડપાયેલ બોગસ તબીબને પાણશીણા પોલીસ મથકે સોંપી દેતા પાણશીણા પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

રિપોર્ટર
દિપકસિંહ વાઘેલા
લીંબડી

Translate »
%d bloggers like this: