લીંબડીની સ્કૂલમાં ત્રણ માસની ફી ફરજિયાત ભરવી પડશે,તેવા નિર્ણયથી વાલીઓમાં દેકારો મચ્યો વાલીઓએ મોટી સંખ્યામાં સ્કૂલ ઉપર દોડી જઇ હોબાળો મચાવતા દોડધામ મચી

લીંબડીની સ્કૂલમાં ત્રણ માસની ફી ફરજિયાત ભરવી પડશે,તેવા નિર્ણયથી વાલીઓમાં દેકારો મચ્યો

વાલીઓએ મોટી સંખ્યામાં સ્કૂલ ઉપર દોડી જઇ હોબાળો મચાવતા દોડધામ મચી

ફી મામલે સરકારનો કોઇ લેખિત આદેશ મળ્યો નથી, આથી ફી ફરજિયાત ભરવી પડશે : પ્રિન્સિપાલ

કોરોનાની મહામારી વચ્ચે શાળા-કોલેજો વિદ્યાર્થીઓ માટે બંધ રહેવા પામી છે, ત્યારે કેટલી સ્કૂલો દ્વારા વિદ્યાર્થીઓને ફી ભરી જવા બાબતે મેસેજ પણ મોકલી રહ્યા છે, લીંબડી માં આવેલ સેન્ટ થોમસ સ્કૂલે છેલ્લા ત્રણ માસની ફી ભરી જવા બાબતે વાલીઓને જણાવ્યું હતું, આથી વાલીઓએ ત્રણ માસની ફી ભરવા બાબતે સ્કૂલ ઉપર દેકારો મચાવતા દોડધામ મચી હતી, ત્યારે સ્કૂલ દ્વારા ત્રણ માસની ફી નહી તો વિદ્યાર્થીઓને રીઝલ્ટ ન આપાયા હોવાનું પણ વાલીઓએ આક્ષેપ કર્યો છે,

સ્કૂલની આ પ્રકારની મનમાની ના કારણે કેટલાક વાલીઓએ પોતાના બાળકનું લીવીંગ સર્ટી સ્કૂલમાંથી કઢાવી લેવાનો પણ નિર્ણય કર્યો હોવાનું વાલી વર્ગમાંથી જાણવા મળ્યું છે, આમ,લીંબડીની સ્કૂલની ત્રણ માસની ફી બાબતે વાલીઓએ દેકારો મચાવતા સ્કૂલના પ્રિન્સિપાલે જણાવ્યું હતું કે સરકારનો કોઇ લેખિત આદેશ મળ્યો નથી, સ્કૂલ ફી ફરજિયાત જ ભરવી પડશે, તેમ છતાં સરકાર જે નિર્ણય કરશે અને લેખિતમાં આપશે તો સ્કૂલ પ્રશાસન દ્વારા તેનો ચોક્કસ અમલ કરવામાં આવશે તેમ પ્રિન્સિપાલે અંતમાં જણાવ્યું હતું.

gf

રિપોર્ટર
દિપકસિંહ વાઘેલા
લીંબડી

Translate »
%d bloggers like this: