લીંબડીમાં શીતળા માતાજીના મંદિરે પૌરાણિક પરંપરા મુજબ ભરાતો લોકમેળો મોકૂફ રાખવામાં આવ્યો.

લીંબડીમાં શીતળા માતાજીના મંદિરે પૌરાણિક પરંપરા મુજબ ભરાતો લોકમેળો મોકૂફ રાખવામાં આવ્યો.

લીંબડી તાલુકા ના લોકોને ઘરે રહીને શીતળા માતાના દર્શન કરવા, ઠંડુ જમવા અને બાધા પૂરી કરવા મંદિર દ્વારા અપીલ કરાઇ

કોરોના ની ચાલી રહેલી વૈશ્વિક મહામારી ને રોકવાના ભાગરૂપે સૌરાષ્ટ્રમાં યોજાતા લોકમેળા ઓ મોકૂફ રાખવામાં આવ્યા છે, ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ સાતમ-આઠમ દરમ્યાન યોજાતા લોકમેળા કોરોના ની મહામારી ના કારણે મોકૂફ રાખવામાં આવ્યા છે, લીંબડી રાજકોટ રોડ ઉપર પૌરાણિક શિતળા માતાજીનું મંદિર આવેલ છે, શીતળા માતાજી છાલિયા રામસાગર લીંબડી ખાતે સાતમના દિવસે મેળા જેવો માહોલ જામે છે, આ મંદિરે સાતમના દિવસે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડીને સીતળા મા ના દર્શન કરીને મેળાનો આનંદ લેતા હોય છે, તેમજ આ દિવસે અનેક લોકો બાધાઓ પુરી કરવા પણ પહોંચતા હોય છે, આ વર્ષે કોરોનાની મહામારી ના કારણે પૌરાણિક જગ્યા ઉપર યોજાતો લોકમેળો, પ્રસાદ પણ મોકૂફ રાખવામાં આવ્યો હોવાનું મંદિર દ્વારા જણાવવામાં આવ્યું છે. અને લોકોને ઘરે રહીને જ ઠંડુ જમવા તેમજ બાધાઓ પુરી કરવા અને ઘરે રહીને શીતળા સાતમની ઉજવણી કરવા અપીલ પણ કરવામાં આવી છે.

રિપોર્ટર
દિપકસિંહ વાઘેલા
લીંબડી

Translate »
%d bloggers like this: