લીંબડી ખાતે સશક્તિકરણ મહિલા પખવાડિયા ની ઉજવણી કરવામાં આવી

વિશ્વ સ્તનપાન દિવસ ઉજવણી ભાગ રૂપ બાળક ને પોતાની મા નું જ દૂધ ઉત્તમ છે એ માટે સમજણ આપવામાં આવી

આજે મહિલા બાળ વિકાસ વિભાગ દ્વારા મહિલા સશક્તિકરણ પખવાડિયાની ઉજવણી ના ભાગરૂપે મહિલા આરોગ્ય દિવસની ઉજવણી કરવામાં આવેલ જેમાં ધન્વંતરી આરોગ્ય રથ ના આર.બી એસ.કે ડો. વૈભવ બેલાણી અને ડો. હેતલબેન સતાણી દ્વારા કોરોના વિશે માહિતી આપી અને આપણી રોગપ્રતિકારક શક્તિ કઈ રીતે વધે અને સાથે સાથે ઉકાળા વિતરણ હોમયોપેથીક દવા આર્સેનિક આલ્બ નું વિતરણ અને દરેક વ્યક્તિ પોતાના મોબાઈલમાં આરોગ્ય સેતુ એપ્લિકેશન ડાઉનલોડ કરે તે માટેની સમજણ આપવામાં આવેલ.

આ કાર્યક્રમ આંગણવાડી કેન્દ્ર નંબર 20 ખાતે ઉજવવામાં આવેલ જ્યાં હાજર રહેલા સીડીપીઓ શ્રી છાયાબા પરમાર દ્વારા વિશ્વ સ્તનપાન અઠવાડિયાની ઉજવણી અને માતાનું પ્રથમ ધાવણ એક રસીનું કામ કરે છે અને પ્રથમ છ માસ સુધી માત્ર માતાનું ધાવણ અમૃત સમાન છે તેના વિશે માહિતી આપેલ અને આ સંપૂર્ણ કાર્યક્રમ મહિલા સહાયતા કેન્દ્ર ના કાઉન્સિલર શ્રી નિર્મળાબેન પનારા અને ગીતાંજલીબેન સોલંકી દ્વારા આ કોરોના ના મહામારીમાં દીકરીઓને માસ્ક વિતરણ કરી. સાથે સાથે તેઓ ને મહિલા સહાયતા કેન્દ્ર દ્વારા ઉપલબ્ધ સેવાઓ અને 181 મહિલા હેલ્પલાઇન એપ્લિકેશન વિશે માહિતગાર કર્યા હતા. આ અને આ સંપૂર્ણ કાર્યક્રમ નું આંગણવાડીના કાર્યકરો દ્વારા ઉત્સાહભેર અને સામાજિક દુરી ના નિયમનું પાલન કરી પૂર્ણ કરેલ છે.

રિપોર્ટર
દિપકસિંહ વાઘેલા
લીંબડી.

Translate »
%d bloggers like this: