લીંબડીમાં કૃષિ મંત્રી આર. સી. ફળદુના હસ્તે વૃક્ષારોપણ થકી જિલ્લા કક્ષાના ૭૧ માં વન મહોત્સંવની ઉજવણી કરાઈ

લીંબડીમાં કૃષિ મંત્રી આર. સી. ફળદુના હસ્તે વૃક્ષારોપણ થકી જિલ્લા કક્ષાના ૭૧ માં વન મહોત્સંવની ઉજવણી કરાઈ

સુરેન્દ્રંનગર જિલ્લાાના લીંબડી ખાતે રાજયના કૃષિ મંત્રી આર. સી. ફળદુના હસ્તે વૃક્ષારોપણ થકી જિલ્લાદ કક્ષાના ૭૧ માં વન મહોત્સડવની ઉજવણી કરવામાં આવી હતી. લીંબડી સ્થિત મોડલ સ્કુલ ખાતે યોજાયેલ જિલ્લા કક્ષાના આ વન મહોત્સવની ઉજવણી કાર્યક્રમમાં ગુજરાત હાથશાળ અને હસ્ત કલા વિકાસ નિગમના ચેરમેન શંકરભાઈ દલવાડી, ધારાસભ્ય ધનજીભાઈ પટેલ, પૂર્વ મંત્રી કિરીટસિંહ રાણા, અધિક અગ્ર મુખ્ય વન સંરક્ષક મહેન્દ્રસિંહ પરમાર, જિલ્લા વિકાસ અધિકારી એસ. કે. હુદ્દા, અને નાયબ વન સંરક્ષક વી. એમ. દેસાઈ, હરેશભાઈ મકવાણા, પ્રાંત અધિકારીશ્રી આર. બી. અંગારી, અગ્રણીઓ દિલીપભાઈ પટેલ, જગદિશભાઈ મકવાણા, મુકેશભાઈ શેઠ, ફાલ્ગુનભાઈ ઉપાધ્યાય, બીપીનભાઈ પટેલ વગેરેએ ઉપસ્થિ્ત રહી વૃક્ષારોપણ કરી ૭૧ મા વન મહોત્સવની જિલ્લા કક્ષાની ઉજવણીમાં સહભાગી થયા હતા.આ તકે મંત્રી તથા ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે લીલી ઝંડી આપી વૃક્ષરથનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતુ.

રિપોર્ટર
દિપકસિંહ વાઘેલા
લીંબડી

Translate »
%d bloggers like this: