મેઘરાજાને ઝાલાવાડ ઉપર મહેરબાન થવા ઢૂંઢિયા બાપજી‌ મેહ વરસાવો ના સાદ સંભળાયા..લીંબડી તાલુકા ના ભોંયકા ગામ ના નાના બાળકો એ જૂની કહેવત પ્રમાણે પરંપરા સાચવી રાખી

મેઘરાજાને ઝાલાવાડ ઉપર મહેરબાન થવા
ઢૂંઢિયા બાપજી‌ મેહ વરસાવો ના સાદ સંભળાયા..

લીંબડી તાલુકા ના ભોંયકા ગામ ના નાના બાળકો એ જૂની કહેવત પ્રમાણે પરંપરા સાચવી રાખી

હાલ ચોમાસાની સિઝન ચાલી રહી છે ત્યારે, જિલ્લામાં જોઈએ તેવો વરસાદ ન વરસતા હવામાનમાં ગરમીનું પ્રમાણ યથાવત રહેવા પામ્યુ છે, હાલ શ્રાવણ માસ ચાલતો હોય ત્યારે વરસાદી ઝાપટાં સ્વરૂપે વરસાદ વરસી રહ્યો છે, ત્યારે ઢૂંઢિયા બાપજી મેહ વરસાવો ના સાદ સાંભળી રહ્યા છે, ઝાલાવાડમાં ઢૂંઢિયા બાપજી ની આ પરંપરા આજે પણ જોવા મળી રહી છે, જેમાં માથે મૂર્તિ ઉપાડી ઢૂંઢિયા બાપજી મેહ વરસાવો ના ગીત ગાઈને વરસાદ ને સાંકરવામાં આવે છે, ત્યારે લીંબડી તાલુકામાં જોઈએ તેવો વરસાદ ન વરસતા મેઘરાજાના રિસામણા મનાવવા લીંબડી તાલુકાના ભોંયકા ગામે બાળકો દ્વારા ઢૂંઢિયા બાપજી મેહ વરસાવો ના સાદ સંભળાયા હતા.

gf

રિપોર્ટર
દિપકસિંહ વાઘેલા
લીંબડી

Translate »
%d bloggers like this: