લીંબડી નેશનલ હાઈવે પર આવેલ શ્રી તળપદા કોળી સમાજ ની બોડિઁગ. નાં પટાંગણમાં લીંબડી તથા ચુડા તાલુકા તળપદા કોળી સમાજ આયોજીત 22 મો સમુહ લગ્ન સમારોહ આજરોજ રોજ યોજાઈ ગયો

લીંબડી મુકામે તળપદા કોળી સમાજનો 22 મો. સમુહ લગ્ન સમારોહ યોજાઈ ગયો…..

લીંબડી નેશનલ હાઈવે પર આવેલ શ્રી તળપદા કોળી સમાજ ની બોડિઁગ. નાં પટાંગણમાં લીંબડી તથા ચુડા તાલુકા તળપદા કોળી સમાજ આયોજીત 22 મો સમુહ લગ્ન સમારોહ આજરોજ રોજ યોજાઈ ગયો.

જેમાં લીંબડી. ચુડા. તેમજ અન્ય તાલુકા અને જીલ્લા માં થી કુલ 34.નવયુગલો એ પ્રભુતામાં પગલાં પાડીને આજે લગ્નગ્રંથિથી જોડાયાં હતાં.

આ પ્રસંગે લીંબડી નાં ધારાસભ્ય સોમાભાઈ પટેલ, માજી સાંસદ. શંકર ભાઇ વેગડ, ધંધુકાનાં માજી ધારાસભ્ય રણછોડભાઈ મેર, તેમજ કોળી સમાજ નાં રાજકીય તેમજ સામાજિક નામી અનામી અગ્રણી આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને પ્રભુતામાં પગલાં પાડનાર 34 નવદંપતીને આશીર્વાદ આપ્યા હતા.

આ કાર્યક્રમ નું આયોજન લીંબડી ચુડા તાલુકા તળપદા કોળી સમાજ સમુહ લગ્ન સમિતિ દ્વારા કરવામાં આવેલ હતું.

રિપોર્ટર દિપકસિંહ વાઘેલા

Translate »
%d bloggers like this: