ઘઉં ભરેલ કટ્ટાની નીચે છુપાવી રાખેલ ઇંગ્લીશ દારુની બોટલ નંગ-૮૧૮૯ કિ.રૂ.૩૬,૩૧,૫૦૦/- ભરેલો ટ્રક પકડી પાડતી રાજકોટ રેન્જ રાજકોટની ટીમ

*ઘઉં ભરેલ કટ્ટાની નીચે છુપાવી રાખેલ ઇંગ્લીશ દારુની બોટલ નંગ-૮૧૮૯ કિ.રૂ.૩૬,૩૧,૫૦૦/- ભરેલો ટ્રક પકડી પાડતી રાજકોટ રેન્જ રાજકોટની ટીમ*

સુરેન્દ્રનગર જીલ્લાના થાનગઢ પો.સ્ટે. વિસ્તારના તરણેતર – સરા રોડ ઉપરથી ભારતીય બનાવટના ઇંગ્લીશ દારુની બોટલ નંગ-૮૧૮૯ કિ. રૂ.૩૬,૩૧,૫૦૦/- તથા ટ્રક અન્ય મુદ્દામાલ મળી કુલ રૂ.૪૫,૨૬,૦૦૦/- ના મુદ્દામાલ સાથે ટ્રક ડ્રાઇવરને પકડી પાડેલ

રાજકોટ રેન્જની રીડર બ્રાંચમાં આવેલ ખાનગી હકીકત આધારે ડી.આઇ.જી.પી. શ્રી સંદીપ સિંહ સાહેબ દ્વારા રીડર શાખાની ટીમને હકીકત આધારે રેઇડ કરવા સુચના કરતા રીડર પો.ઇન્સ.શ્રી એમ.પી.વાળા તથા સ્ટાફના એ.એસ.આઇ. એ.બી.શર્મા તથા પો.કોન્સ. પ્રફુલભાઇ ખીમસુરીયા નાઓએ હકીકત આધારે સુરેન્દ્રનગર જીલ્લાના થાનગઢ પો.સ્ટે. વિસ્તારના તરણેતર – સરા રોડ પરથી હકીકત વાળા ઘઉંના કટ્ટાઓ ભરેલો શંકાસ્પદ ટ્રક પસાર થતા તેને રોકવાનો ઇસારો કરતા સદર ટ્રક ડ્રાઇવરે ટ્રક રોકેલ નહી અને ટ્રકનો પીછો કરી આગળ ગાડીની આડસ નાખી ટ્રક રોકાવી ચેક કરતા સદર ટ્રક નં.આરજે-૦૧-જીએ-૨૧૬૫ માં ડ્રાઇવર પપ્પારામ માનારામ જાટ રહે. ગામ-સાઇ, એરીયા હનુમાન સાગર, તા.સેરગઢ જી.જોધપુર રાજસ્થાન વાળાને ઘઉંના કટ્ટા નીચે છુપાવી રાખેલ ભારતીય બનાવટની ઇંગ્લીશ દારુની બોટલ નંગ-૮૧૮૯ કિ. રૂ.૩૬,૩૧,૫૦૦/- તથા ટ્રક-૧, ઘઉં ભરેલ કટ્ટા, મોબાઇલ ફોન-૪ તથા રોકડા રૂપીયા મળી કુલ રૂ.૪૫,૨૬,૦૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી અન્ય સહઃઆરોપીઓ (ર) નરેન્દ્ર જાટ રહે. સીકર રાજસ્થાન (૩) ફારુક ઇબ્રાહીમભાઇ ભટ્ટી રહે. થાનગઢ જી.સુરેન્દ્રનગર તથા (૪) ટ્રકમાંથી નાશી ગયેલ આશરે ૨૫ વર્ષની ઉમરનો અજાણ્યો ઇસમ તમામ વિરુધ્ધ થાનગઢ પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર કરાવેલ છે.

રિપોર્ટર
દિપકસિંહ વાઘેલા
સુરેન્દ્રનગર

Translate »
%d bloggers like this: