લીંબડીના વેપારીઓએ સ્વેચ્છાએ સવારે થી બપોરે ૨ વાગ્યા સુધી ધંધા-રોજગાર ચાલુ રાખ્યા તેમજ બપોર બાદ બજારો સજ્જડ બંધ જોવા મળી..

લીંબડીના વેપારીઓએ સ્વેચ્છાએ સવારે થી બપોરે ૨ વાગ્યા સુધી ધંધા-રોજગાર ચાલુ રાખ્યા તેમજ બપોર બાદ બજારો સજ્જડ બંધ જોવા મળી…

કોરોના વાયરસનું સંક્રમણ અટકાવવાના ભાગરૂપે વેપારીઓએ સ્વેચ્છાએ નિર્ણય લીધો હતો….
લીંબડીમાં કોરોના વાયરસનું સંક્રમણ વધતા ડેપ્યુટી કલેક્ટરે વેપારીઓ સાથે બેઠક યોજી હતી, જેમાં વેપારીઓએ સર્વાનુમતે સ્વેચ્છાએ નિર્ણય લઈને સવાર થી બપોરના ર વાગ્યા સુધી જ ધંધા-રોજગાર ચાલુ રાખવાની સહમતિ દર્શાવી હતી, જેના ભાગરૂપે શનિવાર જ વેપારીઓએ બપોરના બે વાગ્યા સુધી છે

વિવિધ ધંધારોજગાર ચાલુ રાખી ને બપોર બાદ સ્વેચ્છાએ બંધ કરી દીધા હતા, આમ લીંબડીની બજારો બપોર બાદ સજ્જડ બંધ જોવા મળતા બજારો સૂમસામ ભાસતી જોવા મળી હતી, કોરોના વાયરસનું સંક્રમણ વધુ ન ફેલાય તેની તકેદારીના ભાગરૂપે વેપારીઓએ બપોરના બે વાગ્યા નો ધંધા રોજગારનો સમય નક્કી કરીને તંત્ર અને સહયોગ પુરો પાડ્યો છે.

રિપોર્ટર
દિપકસિંહ વાઘેલા
લીંબડી

Translate »
%d bloggers like this: