લીંબડી માં કોરોના ના કેસો વધતા ડેપ્યુટી કલેક્ટરે વેપારીઓ અને અધિકારીઓ સાથે બેઠક યોજી

લીંબડી માં કોરોના ના કેસો વધતા ડેપ્યુટી કલેક્ટરે વેપારીઓ અને અધિકારીઓ સાથે બેઠક યોજી

વેપારીઓએ સર્વાનુમતે કાલથી બપોરના બે વાગ્યા સુધી જ પોતાના કોઈપણ ધંધા-રોજગાર ચાલુ રાખી શકશે ત્યારબાદ સદંતર બંધ

શાકભાજી અને ફ્રુટ નું સવારના નવ પછી શાકમાર્કેટ અને મેઇન રોડ ઉપર વેચાણ નહીં કરી શકાય

તા.૧૮ જુલાઈ થી ૩૧ જુલાઈ સુધી માટેનો લેવાયો નિર્ણય…….લીંબડી વેપારીઓ

લીંબડી સેવાસદન ખાતે વેપારીઓ સાથે ડેપ્યુટી કલેકટરની બેઠક યોજાઇ હતી, હાલમાં લીંબડીમાં દિનપ્રતિદિન
કોરોનાના કેસો વધતા જાય છે,ત્યારે આજે લીંબડી વેપારી એસોસિએશનના હોદ્દેદારો સાથે બેઠક યોજવામાં આવી હતી, જેમાં તા. ૧૮ જુલાઈ થી તા.૩૧ જુલાઈ સુધી હોલસેલ શાકભાજી વેપારી ને સવારે ૯-૦૦ સુધી જ શાકભાજીનો વેપાર કરી શકશે, કોઈપણ શાકભાજી, ફ્રૂટવાળા સવારે ૯-૦૦ વાગ્યા પછી શાક માર્કેટમા કે મેઈન રોડ ઉપર ઉભા નહિ રહી શકશે નહીં, પરંતુ શેરીઓ, ગલીઓ, સોસાયટીમાં શાકભાજી, ફ્રુટવાળા વેચવા આ બાબતે છૂટછાટ અપાઇ છે.

આ ઉપરાંત લીંબડીના વેપારીઓ સર્વાનુમતે નિર્ણય લઈને સ્વેચ્છાએ બપોરના બે વાગ્યા સુધી જ ધંધા-રોજગાર ચાલુ રાખવાનું જાહેર કર્યું છે. તેમજ વેપાર-ધંધાના સમય દરમિયાન સોશ્યલ ડિસ્ટન્સ ના નિયમો નું પાલન કરવાનું તેમજ માસ્ક પહેરવું જરૂરિયાત કરવામાં આવ્યું છે, જ્યારે આવશ્યક મનાતી દૂધ તેમજ મેડિકલ સ્ટોર, દવાખાના ખુલ્લા રહેનાર છે.

આ બેઠક માં લીંબડી ડેપ્યુટી કલેકટર હર્ષવર્ધનસિંહ સોલંકી, લીંબડી મામલતદાર મહાવીરસિંહ ઝાલા, લીંબડી ડી.વાય.એસ.પી. ડી.બી.બસિયા, લીંબડી પી.એસ.આઈ. સંજયભાઈ વરૂ, લીંબડી નગરપાલિકા ચીફ ઓફિસર, લીંબડી આરોગ્ય અધિકારીઓ, તેમજ લીંબડી શહેરના તમામ વેપારી એસોસિએશન હોદ્દેદારો, ઉપસ્થિત રહિયા હતા.
gf

રિપોર્ટર
દિપકસિંહ વાઘેલા
લીંબડી

Translate »
%d bloggers like this: