મુંબઈ રહેતા પતિ-પત્નીનું મહિલા સહાયતા કેન્દ્ર દ્વારા પુનઃ મિલન કરાવાયુંનણંદને ડીલેવરી આવવાની હોય યુવતી લીંબડી આવ્યા બાદ પતિથી વિખૂટી પડી હતી

મુંબઈ રહેતા પતિ-પત્નીનું મહિલા સહાયતા કેન્દ્ર દ્વારા પુનઃ મિલન કરાવાયું
નણંદને ડીલેવરી આવવાની હોય યુવતી લીંબડી આવ્યા બાદ પતિથી વિખૂટી પડી હતી

ઈલાબાદની યુવતી ના માતા પિતાના અવસાન બાદ મુંબઈમાં પણ ભાઈ ભાભી પણ યુવતીને સાચવતા ન હતા, આથી આ યુવતી મુંબઈમાં પારકા ઘરનું કામ કરીને ગુજરાન ચલાવતી હતી, આ સમય દરમ્યાન તેના લગ્ન થયા હતા, બાદમાં યુવતીના નણંદ લીંબડી મુકામે રહેતા હોય અને તેમને ડીલેવરી આવવાની હોય તેમ જણાવીને યુવતીને લીંબડી લાવ્યા હતા, જ્યાં તેને ખૂબ જ હેરાન પરેશાન કરીને મેણા ટોણા મારવામાં આવી રહ્યા હતા,

આથી આ બાબતે યુવતીએ મુંબઈ રહેતા પતિને જાણ કરી હતી, તે દરમિયાન યુવતીના નણંદના દિયરે એકલતાનો લાભ ઉઠાવીને પ્રેમજાળમાં ફસાવી લગ્નની લાલચ આપીને ઘરેથી નીકળી ગયા હતા, બાદમાં યુવતીએ મહિલા સહાયતા કેન્દ્ર નો સંપર્ક કરીને આપવીતી જણાવી હતી, આથી મહિલા સહાયતા કેન્દ્ર ના કાઉન્સીલરો નિર્મળાબેન પનારા, સોલંકી ગીતાંજલીબેન વિગેરેઓના સહયોગથી મુંબઈ રહેતા પતિ ને જાણ કરી હતી, બાદમાં મુંબઈ રહેતા પતિ સાથે લીંબડી આવેલ પત્નીનું પુનઃ મિલન કરાવવામાં આવ્યું હતું. આમ સમયની બલિહારી થી મુંબઈમાં વિખૂટા પડેલ પતિ-પત્નીનો ભેટો કરાવતા હર્ષાશ્રુ વહ્યા હતા.

રિપોર્ટર દિપકસિંહ વાઘેલા લીંબડી.

Translate »
%d bloggers like this: