લીંબડી મેઈન બજારમાં ટ્રાફિક અને જાહેર માર્ગ પર અડચણ રૂપ જગ્યાઓ ખુલ્લી કરાવી લીંબડી નગરપાલિકા તંત્ર દ્વારા કડક સુચના આપવામાં આવી

લીંબડી મેઈન બજારમાં ટ્રાફિક અને જાહેર માર્ગ પર અડચણ રૂપ જગ્યાઓ ખુલ્લી કરાવી લીંબડી નગરપાલિકા તંત્ર દ્વારા કડક સુચના આપવામાં આવી

હાલ જ્યારે દિનપ્રતિદિન લીબડી શહેરમાં કોરોનાનો કહેર યથાવત છે અને કોરોના પોઝિટિવ કેસ વધી રહ્યા છે ત્યારે લીંબડી ‌ડેપ્યુટી કલેકટરની સુચનાએ લીંબડી નગરપાલિકા દ્વારા લીંબડીની મેઈન બજારમાં ટ્રાફિક અને જાહેર માર્ગ પર અડચણ રૂપ જગ્યાઓ ખુલ્લી કરાવી લીંબડી નગરપાલિકા તંત્ર દ્વારા કડક સુચના આપવામાં આવી ત્યારે લીંબડી નગરપાલિકા ટીમ,

લીંબડી મામલતદાર ટીમે પોલીસ બંદોબસ્ત સાથે રાખી આ સ્ટાઈક કરવામાં આવી હતી તેમજ જે તે વિસ્તારમા કોરોના પોઝિટિવ કેસોને ધ્યાને રાખી ફરજિયાત માસ્ક પહેરવા અને સોશ્યલ ડિસ્ટન્સ જાળવવા સુચના આપવામાં આવી હતી અને લીંબડી ચીફ ઓફિસર દ્વારા જણાવાયું હતું કે જો આવનાર સમયમાં આ સુચનોનુ પાલન નહીં કરવામાં આવે તો કડક પગલાં ભરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

રિપોર્ટર
દિપકસિંહ વાઘેલા
લીંબડી

Translate »
%d bloggers like this: