લીંબડીમાં આમ આદમીના પાર્ટીના કાર્યકરો દ્વારા પીએસઆઇ અને સેકન્ડ પીએસઆઇને કોરોના વોરિયર્સ તરીકે બિરદાવી સન્માનિત કરાયા

લીંબડીમાં આમ આદમીના પાર્ટીના કાર્યકરો દ્વારા પીએસઆઇ અને સેકન્ડ પીએસઆઇને કોરોના વોરિયર્સ તરીકે બિરદાવી સન્માનિત કરાયા

હાલ માં સમગ્ર ભારત કોરોના વારરસના મહારોગના ભરડા માં સપડાયું છે, ત્યારે લીંબડીમાં પણ કોરોના ના કેસો દિવસે દિવસે વધતા જાય છે, આ મહારોગ ની વચ્ચે જ્યારથી રાજ્ય માં લોકડાઉન તેમજ અનલોક 2 શરૂ થયું છે ત્યારે થી લીંબડી પી.એસ.આઈ. સંજય વરૂ તેમજ સેકન્ડ

પી.એસ.આઈ.નિતાબેન સોલંકી એ નિષ્ઠા પૂર્વક ફરજ બજાવી અને તેમના પરિવાર ની ચિંતા કર્યા વગર આ મહારોગ ની વચ્ચે રહીને અને કોરોના વોરિયર્સ તરીકે લીંબડી તાલુકા તેમજ શહેરના લોકોની સેવા કરી છે, આથી તેઓની કામગીરીને બિરદાવવા ના ભાગરૂપે લીંબડી આમ આદમી પાર્ટી ના કાર્યકરોએ બંન્ને કોરોના વોરિયર્સને શાલ ઓઢાડી તેમજ પુષ્પગુચ્છ આપી ને સન્માન કરવામાં આવ્યું હતું.આ સન્માન વેળાએ સુરેન્દ્રનગર જિલ્લા આપના મહામંત્રી પરસોત્તમભાઈ મકવાણા, લીંબડી તાલુકા આપ પ્રમુખ હરિભાઇ જાદવ, પ્રદેશ મહામંત્રી વિધાર્થી પાંખ હોજેફા લોખંડવાળા, લીંબડી શહેર આપ સેક્રેટરી નરેન્દ્ર વાણીયા વિગેરે હાજર રહ્યા હતા.

રિપોર્ટર
દિપકસિંહ વાઘેલા
લીંબડી

Translate »
%d bloggers like this: