લીંબડી ના લોકલાડીલા માજી ધારાસભ્ય કિરીટસિંહ રાણા નો આજે જન્મ દિવસ

લીંબડી ના લોકલાડીલા માજી ધારાસભ્ય કિરીટસિંહ રાણા નો આજે જન્મ દિવસ

61- લીંબડી વિધાન સભા ના લોક લાડીલા અને લીંબડી ના લોકો ના દિલ માં વસી ગયેલ, સદાય હસતો ચહેરો એવા માજી. પૂર્વ મંત્રી શ્રી કિરીટસિંહ રાણા નો આજે 55 વર્ષ પુરા કરી ને તેઓ 56 માં વર્ષ માં પ્રવેશ કરેલ છે.

તેઓ શ્રી લીંબડી વિધાનસભા વિસ્તારમાં 4 ટર્મ સુધી ધારાસભ્ય પદે અંને બે વખત મંત્રી પદે રહી ચૂક્યા છે. આજે તેમની લીંબડી, ચુડા, સાયલા તાલુકા માં નાના માં નાના લોકોની વચ્ચે રહીને તેઓની સેવા કરીને લોક ચાહના મેળવેલ છે. આજે લીંબડી તાલુકા ના ગ્રામ્ય વિસ્તારમાં દરેકમાં લોકોના દિલ માં વસી ગયા છે. ફક્ત તાલુકા જ નહીં સુરેન્દ્રનગર જિલ્લા માં, ગુજરાત રાજ્ય માં પણ ખૂબ જ લોક ચાહના મેળવેલ એવા લોક લાડીલા શ્રી કિરીટસિંહ રાણા ( માજી મંત્રીશ્રી ) ના જન્મ દિવસ ની શુભેચ્છા પાઠવવા માટે લીંબડી શહેર તેમજ તાલુકા ભાજપ ના કાર્યકરો , હોદ્દેદારો, તેમજ ઉધોગપતિઓ, નાના – મોટા વેપારીઓઅને તેમનો પરિવાર જનો ઉપસ્થિત રહ્યા હતા.

તેમજ ભારત ના ગૃહ મંત્રી શ્રી અમિત શાહ એ પત્ર લખીને જન્મ દિવસ હાર્દિક શુભેચ્છઓ પાઠવી હતી.

રિપોર્ટર
દિપકસિંહ વાઘેલા
લીંબડી

Translate »
%d bloggers like this: