૬૧-લીંબડી વિધાનસભા ની પેટા ચૂંટણી યોજવા માટે કોંગ્રેસની બેઠકનો દૌર શરૂ થયો

૬૧-લીંબડી વિધાનસભા ની પેટા ચૂંટણી યોજવા માટે કોંગ્રેસની બેઠકનો દૌર શરૂ થયો..

લીંબડી તાલુકા ના કોંગ્રેસના આગેવાનો મોટી સંખિયા માં ઉપસ્થિત….

પેટા ચૂંટણીમાં કોંગ્રેસ ઉમેદવાર ને વિજય બનાવવા રણનીતિ ની ચર્ચા કરાઈ

61 લીંબડી સાયલા ની પેટાચૂંટણી યોજવા માટે બેઠકનો દૌર શરૂ થયો છે. ત્યારે લીંબડી ખાતે કોંગ્રેસ કાર્યકરોને સાથે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, આ બેઠકમાં પાટડી દસાડા ના ધારાસભ્ય નૌશાદભાઈ સોલંકી, વિરમગામના ધારાસભ્ય લાખાભાઈ ભરવાડ, લીંબડી પ્રભારી જગદીશભાઈ ઠાકોર, ધંધુકાના પૂર્વ ધારાસભ્ય રણછોડભાઇ મેર,

સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતના પ્રમુખ કલ્પનાબેન ધોરીયા, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ મનુભાઈ પટેલ, રૈયાભાઈ રાઠોડ, ચેતનભાઇ ખાચર, ભગિરથસિંહ રાણા, દિલીપભાઈ વલેરા, રઘુભાઈ ભરવાડ, અનિલભાઈ સિંગલ, વિગેરે સાથે બેઠક યોજાઇ હતી, આ બેઠકમાં કોંગ્રેસ આગેવાનોએ મત વ્યક્ત કરીને આગામી પેટા ચૂંટણી મા કેવી રીતે સફળતા પ્રાપ્ત કરી શકાય તે બાબતે ગહન ચર્ચા વિચારણા પણ કોંગ્રેસના બુથ ના કાર્યકરો સાથે પ્રાથમિક મીટીંગ કરવામાં આવી હતી, આમ ૬૧ – લીંબડી વિધાનસભાની પેટા ચૂંટણી મા કોંગ્રેસના જે ઉમેદવારોને ટિકિટ મળે તેને પૂરો સહયોગ આપીને બેઠક પ્રાપ્ત કરવા બાબતે ચર્ચા હાથ ધરાઈ હતી, આમ કોંગ્રેસ દ્વારા આગામી રણનીતિ ઘડવા બાબતે બેઠક યોજાતા રાજકીય ગરમાવો પણ જોવા મળી રહ્યો છે.

દિપકસિંહ વાઘેલા
લીંબડી

Translate »
%d bloggers like this: