લીંબડી તાલુકા રળોલ માં હરતું ફરતું પશુદવાખાનાની વાનનું લોકાર્પણ કરતા ગામ ના સરપંચ

લીંબડી તાલુકા રળોલ માં હરતું ફરતું પશુદવાખાનાની વાનનું લોકાર્પણ કરતા ગામ ના સરપંચ

“શું આપનું પશુ બિમાર છે.? તો ૧૯૬૨ નંબર પર કોલ કરો પશુ ડોકટર આપના ઘરે આવી સારવાર કરશે”

લીંબડી તાલુકા માં પ્રથમ વાન રળોલ ગામ માં કાર્યરત રહેશે.
*******
લીંબડી તાલુકા માં પ્રથમ વખત રાજય સરકાર દ્વારા ૧૦ ગામ દિઠ ૧ મોબાઇલ પશુ દવાખાના યોજના GVK EMRI મારફતે પીપીપી મોડલ શરૂ કરાયેલ છે જે અન્વયે આજ રોજ લીંબડી તાલુકા રલોલ ગામે આ વાનને આજે સવારે લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.


વર્ષ ૨૦૧૫-૧૬ થી શરૂ કરવામાં આવેલ અમલીકૃત આ યોજનામાં દરેક મોબાઇલ પશુ દવાખાના ૧૦ કે તેથી વધુ ગામોમાં નિયત રૂટ દ્વારા ગામમાં બેઠા પશુ સારવાર આપવામાં આવતી હતી GVK EMRI દ્વારા તે જ ગામોમાં રૂટ મારફતે તથા ઘર બેઠા ઓન કોલ આપવામાં આવશે.

માનવ આરોગ્યની જેમ પશુ આરોગ્ય માટે ઇમર્જન્સી માટે ૧૯૬૨ ટોલ ફ્રી નંબર પર ડાયલ કરવાથી ગામોમાં ઇમર્જન્સી સેવા પુરી પાડવામાં આવશે.

આ યોજના મારફતે પશુ સારવાર સેવાઓ ૩૬૫ દિવસ સવારે ૮-૦૦ થી રાત્રે ૮-૦૦ વાગ્યા સુધી ઘેર બેઠા ઉપલબ્ધ થશે. અને યોજના પીપીપી મોડથી GVK EMRI મારફતે નિઃશુલ્ક સારવાર આપવામાં આવશે. લીંબડી તાલુકા માં પ્રથમ તબકકામાં એક વાન ફાળવામાં આવી છે.

થોડો સમય પછી ત્યાર બાદ અન્ય ગ્રામ્ય વિસ્તાર માં વાન બીજા તબકકામાં અને ત્રીજા તબકકામાં પણ મોબાઇલ યુનિટ કાર્યરત થનાર છે.

હાલમાં એક વાન લીંબડી તાલુકાના રળોલ ગામને ફાળવવામાં આવી છે. આ વાન આવતા આજુ બાજુ ગામ ફરતા 10 ગામના પશુપાલકોને આનો લાભ મળશે.
gf
આ કાયક્રમમાં લીંબડી તાલુકા ના રળોલ ગામ ના સરપંચ એ.ડી.વારીયા તેમજ ગ્રામજનો તેમજ GVK EMRIના કર્મચારીશ્રીઓ ઉપસ્થિત રહયા હતા.

રિપોર્ટર :
દિપકસિંહ વાઘેલા
લીંબડી

Translate »
%d bloggers like this: