લીંબડી તાલુકાના ઉઘલ ગામ ના વતની દિલીપસિંહ રાણા એ કોરોના વાયરસ ને આપી માત

લીંબડી તાલુકાના ઉઘલ ગામ ના વતની દિલીપસિંહ રાણા એ કોરોના વાયરસ ને આપી માત

પોતાને કોરોના પોઝીટિવ આવતા ત્યારબાદ આજે કોરોનાને માત આપી બિલ્કુલ સ્વસ્થ બની ઘરે પરત આવતા લીંબડી ના પરિવારજનો, કુટુંબીજનો, ગ્રામજનોએ વાજતે ગાજતે ફુલવર્ષા કરી ને કરવામાં આવ્યું સ્વાગત

હાલ જયારે કોરોના મહામારીના દિનપ્રતિદિન કોરોના પોઝીટીવના કેસો વધી રહયા છે ત્યારે તેની સામે સારવાર લઇને કોરોના પોઝીટીવમાંથી નેગેટીવ પણ થઇ રહયા છે ત્યારે લીંબડી તાલુકાના ઉઘલ ગામના વતની હાલ લીંબડી રહેતા દિલીપ સિંહ રાણા ને કોરોના પોઝીટીવ આવેલ ત્યારે તાત્કાલી વહીવટી તંત્ર અને આરોગ્ય તંત્ર લીંબડી તેમના નિવાસ સ્થાને દોડી ગયેલ અને તાત્કાલીક અસરથી દિલીપસિંહને સુરેન્દ્રનગર કોવીડ ૧૯ હોસ્પીટલમાં સારવાર અર્થે દાખલ કરવમાં આવ્યા હતા ત્યારે આજે  આજ સુધી સારવાર લીંધા બાદ દિલીપસિંહ રાણા ને હોસ્પીટલમાંથી રજા આપવામાં આવી હતી ત્યારે દિલીપસિંહ રાણા એ કોરોનાને માત આપી પોતના ગામે બિલ્કુલ સ્વસ્થ બની ઘરે પરત આવતા ગ્રામજનો અને પરીવારજનો તેમજ મિત્ર વર્ગોમાં ખુશીની લહેર જોવા મળી હતી તેમજ ગામના લોકોએ દિલીપસિહને પુષ્પહાર પહેરાવી સ્વાગત કર્યુ હતું

દિપકસિંહ વાઘેલા
લીંબડી

Translate »
%d bloggers like this: