લીંબડી નગરપાલિકા ના ઓફીસ સ્ટાફ તથા કાયમી કર્મચારીએ રૂ. ૫૦,૦૦૦/- નો ચેક મુખ્યમંત્રી રાહત ફંડ માં અપાયો

લીંબડી નગરપાલિકા ના ઓફીસ સ્ટાફ તથા કાયમી કર્મચારીએ રૂ. ૫૦,૦૦૦/- નો ચેક મુખ્યમંત્રી રાહત ફંડ માં અપાયો.

હાલ માં સમગ્ર ભારત માં કોરોના વાયરસ ના મહારોગ માં કેટલાય લોકો ભરડા માં આવી ગયા છે અને ગુજરાત રાજ્ય ના લોકો પણ આ મહારોગ માં સંક્રમણ થયા છે. ત્યારે લીંબડી નગરપાલિકા સ્ટાફ કર્મચારીઓ, તથા કાયમી કામદાર આ લોકોના મદદ માટે વ્હારે આવ્યા છે. તેઓ બધા ભેગા મળી ફંડ એકઠું કરીને મુખ્યમંત્રીશ્રી ના રાહત ફંડ માં રૂ. ૫૦૦૦૦/- (પચાસ હજાર) નો ચેક લીંબડી તાલુકા મામલતદાર શ્રી મહાવીરસિંહ ઝાલા ને અર્પણ કરેલ હતો.

આ ચેક અર્પણ કરતા ઘનશ્યામસિંહ ઝાલા, કે.ડી.ચાવડા, ચેતનભાઈ શાહ, જગદીશભાઈ પરમાર, ચંદુભાઈ હિમતભાઈ પરમાર હાજર રહિયા હતા.

gf
રિપોર્ટર
દિપકસિંહ વાઘેલા
લીંબડી.

Translate »
%d bloggers like this: