લીંબડી એસ.ટી. ડેપો ના કર્મચારીને બસ માંથી મળેલ સોના ના દાગીના મૂળ માલિક ને પરત શોધી પરત કરવામાં આવ્યા

ગત તા .૧૬-6-૨૦૨૦ ના રોજ રણજીતભાઈ ભુવા ધંધુકા ડેપોથી ધંધુકા લીંબડી રૂટની બસ માં ચચાણા ગામે જવા માટે બસમાં મુસાફરી કરી રહિયા હતા.

ત્યારે ચચાણા ગામે પહોંચતા રણજીતભાઈ ને જાણ થઈ કે ખીચા માં રહેલી સોનાની વસ્તુ બસમાં પડી ગયેલ છે . તેમણે તાત્કાલીક લીંબડી ડેપોમાં જઈને ડ્યૂટી શાખા ના ફરજ પરના કર્મચારી પ્રવિણભાઈ એ . રાઠોડ અને ટ્રાફિક કોન્ટ્રોલર શંકરલાલ ડાભી ને જાણ કરતા ટિકિટ ના આધારે બસ શોધીને રણજીતભાઈ અને વિહાભાઈ ને સાથે રાખીને બસ માં તપાસ કરતા સોનાની વસ્તુ મળી આવેલ જેની ખાતરી કરીને રણજીતભાઈ ને તેમની પડી રહેલ સોનાની વસ્તુ ઈમાનદારી પૂર્વક પરત કરેલ છે .
gf
આવા કોરોના મહામારી ના સમય દરમિયાન બંને કર્મચારીએ પોતાની ઈમાનદારી દાખવી ને મૂળ માલિક ને વસ્તુ પરત કરેલ છે .

રિપોર્ટર
દિપકસિંહ વાઘેલા
લીંબડી.

Translate »
%d bloggers like this: