લીંબડીમાં આંતર રાષ્ટ્રીય હિન્દુ પરિષદ તથા રાષ્ટ્રીય બજરંગ દળના કાર્યકરો દ્વારા સ્કેન્ડલ માર્ચ યોજી ચીન સામે શહીદ વ્હોરનાર જવાનોને ભાવભીની શ્રધાંજલિ અર્પણ કરી…

લીંબડીમાં આંતર રાષ્ટ્રીય હિન્દુ પરિષદ તથા રાષ્ટ્રીય બજરંગ દળના કાર્યકરો દ્વારા સ્કેન્ડલ માર્ચ યોજી
ચીન સામે શહીદ વ્હોરનાર જવાનોને ભાવભીની શ્રધાંજલિ અર્પણ કરી…


ભારત-ચીનની બોર્ડર ઉપર ઘર્ષણ થયું છે, ત્યારે ચીનના હૂમલો જડબાતોડ જવાબ ભારતીય સેનાના વીર જવાનો એ આપ્યો છે, બંને દેશોના જવાનો વચ્ચે થયેલી હિંસક અથડામણમાં ભારતના કમાન્ડિંગ ઓફિસર સહિત સૈનિક શહીદ થયા છે આ હુમલામાં ભારતના ૨૦ વીર સપુતો શહીદ થતા ચીન પ્રત્યે ફિટકારની લાગણી વરસી રહી છે,આ ઘટનાનો લીંબડી ખાતે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. આંતરરાષ્ટ્રીય હિન્દૂ પરિષદ તેમજ રાષ્ટ્રીય બજરંગદળના કાર્યકરો અને આગેવાનોમાં મનહરભાઈ ચાવડા, યોએન્દ્રસિંહ રાઠોડ, હરજીભાઈ દલવાડી, પ્રતિકભાઈ શેઠ, નવીનભાઈ ભરવાડ, અંકિતભાઈ લકમ, નનુભાઈ ભરવાડ, નૈમીશ ભાઈ ખાખી, પ્રહલાદભાઈ લકુમ તેમજ અન્ય કાર્યકતા મોટી સંખિયા માં ઉપસ્થિત રહીને ચીનની હૂમલા નો વિરોધ નોંધાવ્યો હતો,

અને ચીનની વસ્તુઓનો બહિષ્કાર કરવાનો લોક સંદેશ આપ્યો હતો, બાદમાં સ્કેન્ડલ માર્ચ મૌન રેલી યોજીને ભારતીય વીર શહિદ જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

રિપોર્ટર
દિપકસિંહ વાઘેલા
લીંબડી

Translate »
%d bloggers like this: