લીંબડી નગરપાલિકા ના સફાઈનો પગાર નહિ ચૂકવતા બની કફોડી હાલત

જો પગાર નહિ ચૂકવાય તો અમે ઉગ્ર આંદોલન કરીશું…લીંબડી નગર પાલિકા સફાઈ કામદારો

કોન્ટ્રાકટર સમયસર પગાર ન ચૂકવતા આપવામાં આવ્યું લીંબડી ડેપ્યુટી કલેક્ટર ને આવેદનપત્ર

સરકારી ધારાધોરણ મુજબ કોન્ટ્રાક્ટ બેજના સફાઈ કામદારો ને રોજ નો પગાર રૂપિયા ૩૧૦ હોવા છતાં ૨૫૦ રૂપિયા જ ચૂકવવામાં આવે છે તેમ છતાં લીંબડી નગરપાલિકા સફાઈ કોન્ટ્રાક્ટરે ૧-૧૧-૨૦૧૯ થી ૧-૬-૨૦૨૦ એમ આઠ મહિનાનો પગાર ચૂકવવામાં ના આવતા સફાઈ કામદારો ની હાલત કફોડી બની છે અને ઉપર થી કોરોના ના કારણે ધંધા રોજગાર ના હોવાથી જીવન જીવવું અતિ મુશ્કેલ બન્યું હોવાથી બધા સફાઈ કામદારો ભગીરથસિંહ રાણા ની ઓફિસે (તુલસી હોટેલ લીંબડી) રજૂઆત કરવા આવતા સફાઈ કામદારો ને સાથે રાખી ને લીંબડી ડે. કલેકટર ને લેખિત માં આવેદન પત્ર આપેલ છે કે દિવસ ૧૦ જો પગાર ચૂકવવામાં નહી આવે તો આત્મ વિલોપન ની ચીમકી આપેલ છે સફાઈ કામદારો દ્વારા

લીંબડી શહેર ના રોજિંદા સફાઈ કામદારો અને ભગીરથસિંહ રાણા (પૂર્વ બાંધકામ સમિતિ ચેરમેન જીલ્લા પંચાયત સુરેન્દ્રનગર) દ્વારા લીંબડી ડે. કલેકટર ને લેખિત માં રજૂઆત કરવામાં આવેલ.

રિપોર્ટર
દિપકસિંહ વાઘેલા
લીંબડી

Translate »
%d bloggers like this: