લીંબડી સેવા સદન ખાતે પુર રાહત અંગેની બેઠક યોજાઈ

લીંબડી સેવા સદન ખાતે પુર રાહત અંગેની બેઠક યોજાઈ

લીંબડી સેવા સદન ખાતે આગામી ચોમાસાની ઋતુમાં અગમચેતીના ભાગ રૂપે લીંબડી તાલુકાના તમામ અધિકારીઓની પ્રાંત કચેરી ખાતે બેઠક યોજાઈ હતી

ચોમાસાની ઋતુમાં અગમચેતીના ભાગ રૂપે લીંબડી ઈન્ચાર્જ પ્રાંત અધિકારી મહાવીરસિંહ ઝાલાના અધ્યક્ષ સ્થાને પુર રાહત અંગેની બેઠક યોજાઈ હતી જેમા લીંબડી તાલુકા પંચાયત રેવન્યુ વિભાગ , જી ઈબી , પાણી પુરવઠા , સીંચાઈ વિભાગ , માર્ગ અને મકાન વિભાગ તથા વડોદ ડેમના અધિકારીઓની બેઠક બોલાવામાં આવી હતી .

આ બેઠકમાં આગામી ચોમાસાની ઋતુમાં ગામડાઓમાંથી પસાર થતા કોઝવે અને રોડ રસ્તાના ને લઈને લોકો ને કોઈ હેરાનગતી ન થાય તે માટેના સૂચનો આપવામાં આવ્યા હતી.

રિપોર્ટર
દિપકસિંહ વાઘેલા
લીંબડી.
જી.સુરેન્દ્રનગર

Translate »
%d bloggers like this: