લૂંટ અને ખૂન કેસના પેરોલ રજામાંથી છુટી પેરોલ જમ્પ કરી નાસતા ફરતા આરોપીને નશો કરેલી હાલતમાં મોટર સાયકલ ચલાવી નીકળેલ હાલતમાં પકડી પાડતી લીંબડી પોલીસ

લૂંટ વીથ ખૂન કેસના પેરોલ રજામાંથી છુટી પેરોલ જમ્પ કરી નાસતા ફરતા આરોપીને નશો કરેલી હાલતમાં મોટર સાયકલ ચલાવી નીકળેલ હાલતમાં પકડી પાડતી લીંબડી પોલીસ

સુરેન્દ્રનગર જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી મહેન્દ્ર બગડીયા સાહેબની સુચના થી નાયબ પોલીસ અધિક્ષકશ્રી ડી.વી.બસીયા સાહેબ લીંબડીનાઓ તરફથી નાસતા ફરતા આરોપીઓ તથા પેરોલ/ ફર્લો રજામાંથી ફરાર થયેલ આરોપીઓને શોધી કાઢવા સઘન કામગીરી કરવા અવાર નવાર સુચનાઓ મળતી હોઇ લીંબડી પી.એસ.આઇ.શ્રી એસ.એસ.વરૂ તથા સ્ટાફના એ.એસ.આઇ. બી.એન.મકવાણા તથા પો.કોન્સ. હરદીપસિંહ સહદેવસિંહ તથા પો.કોન્સ. કાનજીભાઇ સુરાભાઇ તથા પો.કોન્સ. ક્રિપાલસિંહ અશોકસિંહ વિગેરે સ્ટાફના માણસો એ વઢવાણ પો.સ્ટે. ફર્સ્ટ ગુ.ર.નં.૨૬/૨૦૧૭ ઇ.પી.કો. કલમ ૩૦૨, ૩૦૭, ૩૯૪, ૫૦૪ વિગેરે મુજબના ગુન્હાના કામમાં સુરેન્દ્રનગર સબ જેલમાં રહેલ કાચા કામનો આરોપી નં.૮૫/૧૯ બાવલભાઇ ઉર્ફે બાવલો અરજણભાઇ સાડમીયા (દેવીપૂજક) રહે. સાયલા ઠે. સરોવરીયા મહાદેવમંદિર પાસે, તા.સાયલા જિ. સુરેન્દ્રનગર વાળો નામદાર ગુજરાત હાઇકોર્ટમાંથી વચગાળાના જામીન મેળવી

તા.૦૪/૦૧/૨૦૧૯ ના રોજ પેરોલ રજા પર છુટી તા.૦૯/૦૧/૨૦૧૯ ના રોજ જેલમાં પરત હાજર નહી થઇ ઘણા લાંબા સમયથી પેરોલ જમ્પ થયેલ હોઇ અન. નાસતો ફરતો હોઇ મજકુર આરોપી વિશે વોચ રાખી તા.૨૩/૧૧/૨૦૧૯ રોજ મજકુર આરોપીની લીંબડી હાઇવે રોડ ઉપરથી મોટર સાયકલ નં.GJ-03-JD-1601 નશો કરેલી હાલતમાં ચલાવી નીકળેલ હાલતમાં મો.સા.સાથે પકડી પાડી મો.વ્હી.એકટ કલમ ૧૮૫ મુજબ મજકુર વિરૂધ્ધ ગુન્હો રજી. કરી ધરપકડ કરી કોર્ટ હવાલે કરવા અને સુરેન્દ્રનગર સબ જેલમાં મોકલી આપવા કાર્યવાહી કરેલ છે.

તમારી આસ પાસ બનતી દરેક ઘટનાને મોકલી આપો અમારા સુધી વિગત ફોટા વિડીયો મોકલી આપો અમારા સુધી અમારા ઈમેલ પર livecrimenews@gmail.com

Translate »
%d bloggers like this: