રાજુલા માં લાયન્સ ક્લબ ની સ્થાપના કરવામાં આવી

રાજુલા શહેરમાં લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ ની સ્થાપના
રાજુલા શહેરમાં લાયન્સ ક્લબ ઓફ અમરેલીના માર્ગદર્શન તેમજ પ્રેરણાથી રાજુલા શહેરમાં આજરોજ લાયન્સ ક્લબ ઓફ રાજુલા ની સ્થાપના કરવામાં આવી જે રાજુલામાં હોટેલ દર્શન માં આ કાર્યક્રમ ભવ્ય રીતે કરવામાં આવેલ જેમાં કુલ કુલ ૨૮ મેમ્બરો જેમાં ૧૪ મહિલાઓ તેમજ ૧૪ પુરુષ મળીને ૨૮ મેમ્બરો જોઈન્ટ થઈને સ્થાપના કરવામાં આવેલ જેમાં દીપ પ્રાગટ્ય અમરીશભાઈ ડેર

રાજુલા ધારાસભ્ય કરેલ આ કાર્યક્રમમાં રાજુલા શહેર ના મુખ્ય અગ્રણીઓ વેપારીઓ તેમજ સામાજિક કાર્યકરો ખાસ ઉપસ્થિત રહેલ આ ક્લબ મુખ્ય હેતુ રાજુલા શહેરમાં એક વર્ષની અંદર અગિયારસો વૃક્ષનું વાવેતર કરવું તેમજ રાહત દરે નોટબુક વિતરણ કરવું મેડીકલ કેમ્પ બ્લડ ડોનેશન કેમ્પ વૃદ્ધોને નિશુલ્ક જાત્રા

ફ્રૂટ પેકેટ વિતરણ વિધવાઓને અનાજ વિતરણ જેવી અનેક કામગીરી આવતા વર્ષમાં કરવામાં આવશે તેમ રાજુલા લાયન્સ ક્લબ ના પ્રમુખ સાગર સરવૈયા જણાવેલ કાર્યક્રમ ના અંત માં સ્વરૂચી ભોજન કરી ને આ કાર્યક્રમ પૂર્ણ કરેલ

અહેવાલ:-યોગેશ કાનાબાર.અમરેલી

Translate »
%d bloggers like this: