લાઠી પો.સ્ટે. અપહરણના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને પકડી પાડતી એસ.ઓ.જી. ટીમ

*પોલીસ અધિક્ષકશ્રી નિર્લિપ્ત રાય સાહેબ* અમરેલી નાઓએ જીલ્લાના તેમજ બહારના જીલ્લાના વોન્ટેડ નાસતા-ફરતા આરોપીઓ તેમજ ગુન્હાના કામે પકડવાના બાકી આરોપીઓ અંગે માહીતી મેળવી આરોપીઓ પકડી પાડી તેમના વિરૂધ્ધ ધોરણસર કાર્યવાહી કરવા અમરેલી જીલ્લા પોલીસ તંત્રને જરૂરી સુચના અને માર્ગદર્શન આપેલ હોય જે અન્વયે તા.૧૬/૧૦/૧૯ ના રોજ અમરેલી એસ.ઓ.જી. પો.સબ.ઇન્સ.શ્રી આર.કે.કરમટા સાહેબ તથા એસ.ઓ.જી. ટીમ બાબરા પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગ દરમ્યાન ચોક્કસ બાતમી આધારે લાઠી પો.સ્ટે . ફ.ગુ.ર.નં.૪૮/૧૯ IPC ક.૩૬૩, ૩૬૬ ૧૧૪ વિ. મુજબ અપહરણના ગુનાનાં કામે નાસતા-ફરતા આરોપીને પકડી પાડેલ છે.

*પકડાયેલ આરોપી:*
(૧) હિતેશભાઇ રવજીભાઇ સાકળીયા ઉ.વ.-૨૧ ધંધો-મજુરી રહે.-અમરાપુર તા.-વિછીયા જિ.- રાજકોટ
ઉપરોક્ત પકડાયેલ આરોપી વિરુધ્ધ લાઠી પો.સ્ટે. ફ.ગુ.ર.નં.૪૮/૧૯ IPC ક. ૩૬૩,૩૬૬,૧૧૪ વિ. મુજબ અપહરણના ગુન્હો રજી. થયેલ જે ગુન્હાના કામે આરોપી નાસતો ફરતો હોય જેને આજરોજ બાતમી આધારે બાબરા બસ સ્ટેશન પાસેથી ધોરણસર અટક કરી વધુ કાર્યવાહી અર્થે બાબરા પો.સ્ટે.માં સોંપી આપેલ છે.


✨ *આમ, PSI શ્રી આર.કે.કરમટા તથા એસ.ઓ.જી. ટીમને અમરેલી લાઠી પોલીસ સ્ટેશનના અપહરણના ગુન્હામાં નાસતા-ફરતા આરોપીને પકડી પાડવામાં સફળતા મળેલ છે.*

Translate »
%d bloggers like this: